તો કેજરીવાલે માની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ..
નવી દિલ્હી, 4 માર્ચ: આપ વિચારી રહ્યા હશો કે અમે શું બકવાસ કરી રહ્યા છીએ તો સાંભળો આ કોઇ બકવાસ નથી પરંતુ સમાચાર છે, દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ડાયાબિટીઝ છે અને તેઓ પોતાની ખાંસીથી આખો દિવસ પરેશાન રહે છે. એટલા માટે હવે તેઓ હાલમાં આ બંને બિમારીનો ઇલાજ કરાવવા માટે આજે બેંગલુરુ આવી રહ્યા છે, જ્યાં તેઓ 10 દિવસ સુધી પ્રાકૃતિક ચિકિત્સાનો સહારો લેશે.
આ અંગેની જાણકારી તેમના અધિકારીએ જ મીડિયાને આપી. અધિકારીએ જણાવ્યું કે 'કેજરીવાલજીની ડાયાબિટસ 300 થઇ ગયું છે. એટલા માટે પ્રાકૃતિક ચિકિત્સા ઉપચાર કરાવવાનો નિર્ણય લીધો છે. તેઓ બુધવારે બેંગલોર માટે રવાના થશે. તેમની સારવાર બીજા દિવસથી શરૂ થશે.'

મોદીએ આપી હતી બેંગલુરુ જવાની સલાહ
ફિલહાલ તો કેજરીવાલે મોદીની સલાહ માનતા બેંગલુરુ માટે રવાના થઇ ગયા છે પરંતુ ડો. નગેન્દ્ર પાસે નહીં પરંતુ પ્રાકૃતિક સારવારનો રસ્તો અપનાવશે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે કેજરીવાલે માની વડાપ્રધાન મોદીની સલાહ પરંતુ થોડી થોડી...
કેજરીવાલની ગેરહાજરીમાં સિસોદિયા સંભાળશે દિલ્હી
આપને જણાવી દઇએ કે કેજરીવાલની ગેરહાજરીમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા મુખ્યમંત્રીના રૂપે કામકાજ સંભાળશે. ગયા મહીને જ દિલ્હીના બીજી વખત મુખ્યમંત્રી બનેલા કેજરીવાલને લાંબા સમયથી ડાયાબિટિસની બીમારી છે.












Click it and Unblock the Notifications
