For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI, PNB બાદ આ મોટી બેંકે વધાર્યા વ્યાજદર, લોન થઈ મોંઘી

પબ્લિક સેક્ટરની મોટી બેંક, બેંક ઑફ બરોડા (BOB) એ પોતાના મુખ્ય વ્યાજદર (એમસીએલઆર) વધારી દીધા છે. બેંક ઑફ બરોડાએ મંગળવારે દરેક સમયગાળાની લોન પર એમસીએલઆર અડધો ટકો વધારી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

પબ્લિક સેક્ટરની મોટી બેંક, બેંક ઑફ બરોડા (BOB) એ પોતાના મુખ્ય વ્યાજદર (એમસીએલઆર) વધારી દીધા છે. બેંક ઑફ બરોડાએ મંગળવારે દરેક સમયગાળાની લોન પર એમસીએલઆર અડધો ટકો વધારી દીધુ છે. બેંકે જણાવ્યુ છે કે એમસીએલઆરમાં પાંચ આધાર અંકોનો વધારો 7 જૂનથી લાગૂ થશે. આ પહેલા એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ અને યુનિયન બેંક પણ પોતાનું એમસીએલઆર વધારી ચૂક્યા છે.

આટલુ થઈ જશે એમસીએલઆર

આટલુ થઈ જશે એમસીએલઆર

બેંક ઑફ બરોડાએ દરેક સમયગાળાની લોન પર એમસીએલઆર અડધો ટકો વધારી દીધુ છે. એમસીએલઆરમાં આ વધારા પાછળ બેંકે ફંડ્સ કોસ્ટને કારણભૂત ગણાવી છે. આના વધવાથી આની સાથે જોડાયેલ બધી લોન મોંઘી થઈ જશે. હવે એક વર્ષના સમયગાળાની લોન માટે એમસીએલઆર 8.45 ટકા થઈ જશે. એ જ રીતે એક રાત માટે એમસીએલઆર 7.95 ટકા, એક મહિના માટે 8 ટકા, ત્રણ મહિના માટે 8.1 ટકા અને છ મહિના માટે 8.3 ટકા થઈ જશે.

આ બેંકે પણ વધારી દીધા છે વ્યાજદરો

આ બેંકે પણ વધારી દીધા છે વ્યાજદરો

એમસીએલઆરથી જોડાયેલ લોન મોંઘી થઈ જશે. એમસીએલઆરથી મોટાભાગે ઑટો અને હોમ લોન જોડાયેલી હોય છે. આ પહેલા એસબીઆઈ, પીએનબી, આઈસીઆઈસીઆઈ અને યુનિયન બેંકે પણ એમસીએલઆર 0.1 ટકા સુધી વધારી દીધુ છે.

તો શું બંધ થઈ જશે બેંક ઑફ બરોડા?

તો શું બંધ થઈ જશે બેંક ઑફ બરોડા?

આ પહેલા સમાચાર આવ્યા હતા કે બેંક ઑફ બરોડા, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક અને ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સને ભેગી કરીને એક મોટી સરકારી બેંક બનાવવાના પ્લાન પર કામ કરી રહી છે. આ બેંકોને ભેગી કરીને તૈયાર થનાર નવી બેંક પાસે કુલ સંપત્તિ 16.58 લાખ કરોડ રૂપિયા હશે. જો આવુ થયુ તો 4 બેંકોને ભેગી કરીને તૈયાર થનાર બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે.

English summary
After SBI, ICICI and PNB, Bank of Baroda Increases MCLR Rates By 5 Basis Points.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X