શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે મોબાઈલનું શું કર્યુ હતુ? પોલીસને જવાબ મળી ગયો!

દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી આફતાબની તપાસમાં પોલીસને ચૌકાવનારી બાબતો જાણવા મળી રહી છે.

દિલ્હી : દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી આફતાબની તપાસમાં પોલીસને ચૌકાવનારી બાબતો જાણવા મળી રહી છે. એક તરફ દિલ્હી પોલીસે આરોપીના નાર્કો ટેસ્ટની પરવાનગી મેળવી છે ત્યારે હવે શ્રદ્ધાના મોબાઈલ ફોનને લઈને મોટો ખુલાસો થયો છે.

delhi

દિલ્હી પોલીસના સુત્રોથી મળતી વિગતો અનુસાર, આફતાબે પૂછપરછમાં જણાવ્યું છે કે તેણે શ્રદ્ધાના ફોનનો તમામ ડેટા તે ડિલીટ કરી દીધો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આફતાબને આ આઈડિયા ઈન્ટરનેટ પરથી જ આવ્યો હતો.

આરોપી આફતાબને આજે દિલ્હીની સાકેત કોર્ટમાં વીડિયો કોન્ફ્રંસિંગ દ્વારા હાજર રાખવામાં આવ્યો હતો. નવા ખુલાસા અનુસાર, આરોપી આફતાબે માત્ર વેબ સીરિઝ અને અન્ય ક્રાઈમ શો જોઈને હત્યાનો આઈડિયા મેળવ્યો હતો.

આજે કોર્ટે આરોપીને 5 દિવસના વધુ રિમાન્ડ પર મોકલ્યો હતો અને કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટની પરવાનગી પણ આપી દીધી છે. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, કેસની તપાસ ચાલી રહી છે અને આરોપીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ લઈ જવાનો છે, અહીં તે શ્રદ્ધા સાથે ગયો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવા માટે આરોપીની વધુ કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આરોપી આફતાબ પૂનાવાલાની દિલ્હી પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. આ ઘટના 6 મહિના જૂની છે. આફતાબે મે મહિનામાં તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વાલકરની હત્યા મૃતદેહના 35 ટુકડા કરી દીધા હતા અને મહેરૌલીના જંગલમાં ફેંકી દીધા હતા. શ્રદ્ધાના પિતાએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જે બાદ આ હત્યાનો મામલો સામે આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X