For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં હાર પછી કેજરીવાલે સંજય સિંહને મોટી જવાબદારી સોંપી

લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક મોટી હાર મળી છે. દિલ્હીની બધી જ સાતો સીટો પર તેમને હાર મળી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક મોટી હાર મળી છે. દિલ્હીની બધી જ સાતો સીટો પર તેમને હાર મળી છે. જયારે પંજાબમાં પણ પાર્ટી ફક્ત એક સીટ જીતવામાં સફળ રહી છે. લોકસભા ચૂંટણીમાં મળેલી મોટી હાર પછી હવે પાર્ટીએ વરિષ્ઠ નેતા સંજય સિંહને એક મોટી જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: શું કર્ણાટકમાં પણ બનશે ભાજપની સરકાર? કોંગ્રેસી નેતાએ કર્યો આવો દાવો

સંજય સિંહને ચાર રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા

સંજય સિંહને ચાર રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા

લોકસભા ચૂંટણીમાં શર્મનાક હાર પછી આમ આદમી પાર્ટીએ સંજય સિંહને ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારમાં પાર્ટીના પ્રભારી બનાવ્યા છે. પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં રાજનૈતિક મામલે સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.

ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારની જવાબદારી મળી

ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારની જવાબદારી મળી

સંજય સિંહને ઓડિશા પ્રભારી બનાવવાનો નિર્ણય PAC બેઠકમાં રાખવામાં આવ્યો. આ બેઠકમાં સર્વસંમતિથી તેમને ઓડિશાના પ્રભારી તરીકે પસંદ કરવામાં આવ્યા. આ સહીત તેમને ત્રણ રાજ્ય રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારની જવાબદારી પણ સોંપવામાં આવી.

40 માંથી ફક્ત 1 સીટ જીતી શકી આમ આદમી પાર્ટી

40 માંથી ફક્ત 1 સીટ જીતી શકી આમ આદમી પાર્ટી

પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે સંજય સિંહ ખુબ જ જલ્દી ઓડિશા જશે અને ત્યાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. આમ આદમી પાર્ટીને હાલમાં જ થયેલી ચૂંટણીમાં એક મોટો ઝાટકો લાગ્યો છે, જેમાં તેમને 40 માંથી ફક્ત 1 સીટ પર જીત મળી શકી હતી. પંજાબની સંગરુર લોકસભા સીટથી ભગવંત માન બીજી વાર ચૂંટણી જીતીને આવ્યા છે, તેમને 1.5 લાખ વોટોથી જીત મળી છે.

English summary
After the defeat in Delhi, Kejriwal has given Sanjay Singh a big responsibility
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X