ફરીથી પુલવામામાં હુમલાની તૈયારી થઈ રહી હતી, 6 કિલો IED મળી આવ્યુ
કાશ્મીરને આતંક મુક્ત કરવાના ભારત સરકારના પોકળ દાવાઓ વચ્ચે કાશ્મીરમાં સેનાના જવાનો સતત પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં જ સેનાના એન્કાઉન્ટરમાં સેનાના 5 જવાનો શહિદ થયા છે ત્યારે વધુ એક મોટા હુમલાની તૈયારી ચાલી રહી હોવાનો ખુલાસો થયો છે.
હવે જમ્મુ-કાશ્મીરને ફરીથી આંતકની આગમાં ઘકેલવાના નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પુલવામામાં આતંકીઓ હુમલા માટે 6 આઈડી લગાવ્યા હતા. આ તમામ જમ્મુ-કાશ્મીર પોલીસને સમયસર મળી જતા મોટી જાનહાનિ ટળી છે. રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ આ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

આ મુદ્દે કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, રાજ્યમાં મોટા આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. પોલીસે એક આતંકવાદીની ધરપકડ કરી છે. આનાથી પુલવામામાં મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
પોલીસે જણાવ્યું કે, આતંકીની ઓળખ ઈશફાક અહેમદ વાની તરીકે થઈ છે. તે પુલવામા જિલ્લાના અરીગામનો રહેવાસી છે. તેની પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ પોલીસે પુલવામામાં 5 થી 6 કિલો IED રિકવર કર્યુ છે.
પુલવામામાં વિસ્ફોટકો અને શસ્ત્રો રાજૌરીના કાંડી જંગલ વિસ્તારમાં આતંકવાદી હુમલામાં પાંચ સૈનિકો માર્યા ગયાના બે દિવસ પછી મળી આવ્યા છે. પીટીઆઈ અનુસાર, એન્કાઉન્ટર બાદ પોલીસ અને સુરક્ષાકર્મીઓ હવે વિસ્તારમાં આતંકીઓને શોધી રહ્યા છે. રવિવારે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
બીજી તરફ રાજૌરી હુમલા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાજૌરી પહોંચ્યા હતા. 25 ઇન્ફન્ટ્રી ડિવિઝનના હેડક્વાર્ટર પહોંચતા પહેલા તેમણે વિસ્તારની સુરક્ષાની સ્થિતિની સમિક્ષા કરી હતી. અહીં રક્ષા મંત્રી સાથે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા પણ હતા.












Click it and Unblock the Notifications
