કબૂતરબાજીથી લોકોને વિદેશ મોકલતો એજન્ટ પકડાયો, જાણો કોણ છે શશિ કિરણ રેડ્ડી?
who is Shashi Kiran Reddy? - ભારતીય મુસાફરોને લઈ જઈ રહેલા વિમાનને રોકવાનો મામલો સામે આવ્યા બાદ ફ્રાંસમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલો ટ્રાફિકિંગ સાથે જોડાયેલો હોવાની આશંકા છે. આ ફ્લાઈટ દુબઈથી નિકારાગુઆ જઈ રહી હતી.
ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે, આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ હૈદરાબાદના શશી કિરણ રેડ્ડી હોઈ શકે છે, જે 2022ના ડિંગુચા કેસનો કથિત કિંગપિન છે, જેને ગુજરાત પોલીસે પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ડિંગુચા કેસમાં ગુજરાતના ગાંધીનગર શહેરના લોકોના મોટા જૂથને કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવા માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન અમેરિકન બોર્ડર પર એક દંપતી અને તેમના બે બાળકોના મોત થયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિમાનમાં સવાર લોકોને શુક્રવારથી ફ્રાન્સના વટ્રીમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે, જેમાંથી 96 લોકો, લગભગ ત્રીજા ભાગના ગુજરાતના છે.
શશિ રેડ્ડી 15 વર્ષથી માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવી રહ્યો છે. દુબઈથી નિકારાગુઆ સુધીની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ગોઠવે છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં 800 ભારતીયોના ગેરકાયદેસર પ્રવેશને સરળ બનાવવા માટે 8 થી 10 ફ્લાઇટ્સ નિકારાગુઆ માટે ઉડાન ભરી છે. ડિંગુચા કેસમાં એવું જાણવા મળ્યું હતું કે, પીડિત જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર ડિંગુચાએ ખતરનાક સફરનું આયોજન કર્યું હતું. મહેન્દ્ર પણ શશી રેડ્ડી સાથે કામ કરતો હતો, અને ગુજરાતમાંથી હજારો લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલતો હતો.
એજન્સીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, શશી કિરણ રેડ્ડીએ જગદીશ અને તેના પરિવારના દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેમને યુએસ સરહદ પાર કરવામાં મદદ કરવા માટે ઓફશોર હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકલન કર્યું હતું. યુએસ સરહદથી લગભગ 12 મીટર દૂર કેનેડાના મેનિટોબામાં ઇમર્સન નજીક 19 જાન્યુઆરી, 2022ના રોજ ડિંગુચા નિવાસી જગદીશ, 37 વર્ષીય પત્ની વૈશાલી અને તેમના બે બાળકો - 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષીય પુત્ર ધાર્મિકના મૃતદેહ મળી આવ્યા હતા. કથિત રીતે પરિવાર અમેરિકા આવેલા ભારતીયોના મોટા સમૂહથી અલગ થઈ ગયો હતો.
અમેરિકન બાજુથી પકડાયેલા જૂથે અમેરિકન એજન્ટોને જણાવ્યું હતું કે, બે બાળકો સહિત ચાર લોકો પાછળ રહી ગયા છે. અમેરિકી અધિકારીઓએ કેનેડિયન એજન્સીઓને ચાર લોકો વિશે જાણ કરી હતી, ત્યારબાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા.












Click it and Unblock the Notifications
