કોરોના પૉઝિટિવિટી રેટ અને મૃત્યુદરમાં આપણી સ્થિતિ સારીઃ આરોગ્ય મંત્રાલય

દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે પરંતુ મોતનો દર અને પૉઝિટીવ રેટની સ્થિતિ બીજા દેશોની સરખામણીમાં સારી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે પરંતુ મોતનો દર અને પૉઝિટીવ રેટની સ્થિતિ બીજા દેશોની સરખામણીમાં સારી છે. આરોગ્ય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે કહ્યુ કે કોરોનાના વધતા કેસોને ઘટાડવા માટે ટેસ્ટિંગ ખૂબ જરૂરી છે. આપણુ લક્ષ્ય પૉઝિટીવિટી રેટને 5 ટકા સુધી રાખવાનુ છે. દેશમાં પ્રતિ લાખ મૃત્યુદર દુનિયાની સરખામણીમાં ઘણો ઓછો છે. દેશમાં મૃત્યુ દર ઘટીને હવે 2.43 ટકા થઈ ગયો છે. હાલમાં 4 લાખ લોકો હજુ પણ સંક્રમિત છે. જો પ્રતિ 10 લાખ જનસંખ્યા પર મૃત્યુદરને જોઈએ તો આ ભારતમાં 20.4 છે. આ પણ વિશ્વમાં સૌથી ઓછા મૃત્યુદરોમાંથી છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયે કહ્યુ, ભારતમાં 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે કે જ્યાં પૉઝિટીવિટી ભારતની સરેરાશ પૉઝિટિવીટીથી ઓછી છે. વર્તમાનમાં આપણે ભારતમાં પ્રતિ દિવસ પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 180 ટેસ્ટ કરી રહ્યા છે. 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ 10 લાખની વસ્તી પર પ્રતિદિવસ 140થી વધુ ટેસ્ટ કરી રહ્યા છે. રાજેશ ભૂષણે જણાવ્યુ કે ભારતમાં આજે 10 લાખ જનસંખ્યા પર કોરોના મહામારીની સંખ્યા 837 છે જે વિશ્વના મોટા દેશની સરખામણીમાં ઘણી ઓછી છે. અમુક દેશ તો એવા છે જ્યાં ભારતની સરખામણીમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 12 કે 13 ગણા કેસ છે. દેશમાં વાસ્તવિક કોવિડ સક્રિય કેસોનો આંકડો 4,02,529 છે, બીજી તરફ 7,24,000ના લગભગ લોકો સંપૂર્ણપણે રિકવર થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે, આપણે સક્રિય કેસો પર ધ્યાન આપવુ જોઈએ.

નેશનલ સેન્ટર ઑફ ડિસીઝ કંટ્રોલના નિર્દેશક ડૉક્ટર સંજીવ કુમાર સિંહે પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્લીની સ્થિતિ વિશે જણાવ્યુ કે દિલ્લીમાં વાયરસનો સામાન્ય પ્રસાર જોવા માટે સીરો સર્વે કરવામાં આવ્યો. સંક્રમિતોના શરીરમાં બનેલ એન્ટીબૉડીની અસર ક્યાં સુધી રહેશે એ કહેવુ અત્યારે મુશ્કેલ છે. લગભગ છ મહિનામાં 22.86 ટકા લોકો જ આ વાયરસથી સંક્રમિત થયા છે. દિલ્લીમાં 77 ટકા જનતા માટે સંક્રમણનુ વધુ જોખમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X