સેક્સ રેકેટનો પર્દાફાશ, ફેસબુકથી ફસાતા હતા ગ્રાહકો

પોલીસે જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક (સિટી) પવન કુમારના નેતૃત્વમાં એક ટુકડીએ રવિવારે સાંજે બાલ્કેશ્વર વિસ્તારમાં ગોવિંદપુરી કોલોની એક બે માળની બિલ્ડિંગમાંથી રવિવારે 11 લોકોની ધરપકડ કરી હતી.
પડોશીઓ દ્વારા સતત કરવામાં આવતી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ પાડવા માટે આવેલી ટુકડીએ બીયરના કેન, દારૂની બોટલો અને અન્ય વસ્તુઓ મેળવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ રેકેટ બનાવટી ફેસબુક એકાઉન્ટ પર ચેટીંગના માધ્યમથી શોધતા હતા. આગારા વસઇ, સિકંદરા, માલ બજાર અને સિયોના બજાર જેવા સ્થળો દેહ વ્યાપાર માટે ઐતિહાસિક રીતે કુખ્યાત છે.
ગત મહિને માલ બજાર વિસ્તારમાં બે રેડ પાડવામાં આવી હતી અને રસ્તા પર એક યૌનકર્મીની લાશ મળી આવી હતી. પોલીસ તેનો સંપર્ક કલકત્તા સાથે હોવાની જાણકારી મળી હતી.












Click it and Unblock the Notifications
