Farmers Protest: ભીડ ભેગી કરી લેવાથી કાયદા નથી બદલાતાઃ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર
એક વાર ફરીથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સાથે વાત કરવાની અપીલ કરી છે.
Farmers Protest: દિલ્લીના બૉર્ડર વિસ્તારોમાં ખેડૂતોનુ આંદોલન 89 દિવસોથી ચાલુ છે. કૃષિ કાયદાને રદ કરવા અને એમએસપી(લઘુત્તમ સમર્થન મૂલ્ય) પર કાયદો બનાવવાની માંગ પર ખેડૂતો અડગ છે. આ મુદ્દે ખેડૂત સંગઠનો અને સરકારની 12 દોરની વાતચીત થઈ ચૂકી છે પરંતુ બધી નિષ્પરિણામ રહી. એવામાં એક વાર ફરીથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સાથે વાત કરવાની અપીલ કરી છે.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રવિવારે ફરીથી કહ્યુ કે તે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. સાથે જ ચાલી રહેલ ખેડૂત આંદોલન પર તેમણે કહ્યુ કે માત્ર ભીડ ભેગી કરવાથી કાયદા રદ નથી થતા. તેમણે પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોને આગ્રહ કર્યો કે તે સરકારને જણાવે કે આ નવા કાયદામાં ખેડૂત વિરોધી કઈ જોગવાઈઓ છે? તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.
અત્યાર સુધીમાં ખેડૂત સંગઠનો સાથે થઈ 12 દોરની વાતચીત
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કૃષિ મંત્રીએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે સરકારે સંવેદનશીલતા સાથે આ મુદ્દે વિચાર કરીને ખેડૂત સંગઠનો સાથે 12 દોરની વાત કરી છે. નવા કાયદામાં ખેડૂતોએ એ જણાવવુ જોઈએ કે ખેડૂત વિરોધી શું છે. તેમણે કહ્યુ કે એવુ ન બની શકે કે ભીડ ભેગી થાય અને કાયદા રદ થઈ જાય.
કૃષિ મંત્રીએ પીએમ મોદીનો પણ કર્યો ઉલ્લેખ
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પીએમ મોદીનો ઉલ્લેખ કરીને કહ્યુ કે પ્રધાનમંત્રીએ ખુદ કહ્યુ છે કે ખેડૂત સંગઠનોએ સરકારને જણાવવુ જોઈએ કે ખેડૂતોના વિરોધમાં શું જોગવાઈ છે. સરકાર તેને સમજવા અને સુધારો કરવા માટે તૈયાર છે. હવે જો આંદોલનકારી સંગઠનો ખેડૂતોના શુભચિંતક હોય તો તેમણે એ સ્પષ્ટ કરવુ જોઈએ કે કઈ જોગવાઈઓ તેમના માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી રહી છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
