વિશ્વ એઈડ્ઝ દિવસઃ ભારતની સેક્સ વર્કરની દીકરીની કહાની સાંભળી રોઈ પડ્યા બિલ ગેટ્સ
બિલ ગેટ્સ પોતાની એક ભારત યાત્રા દરમિયાન સેક્સ વર્કરની કહાની સાંભળી રોઈ પડ્યા હતા. આ સેક્સ વર્કરની દીકરીએ પોતાના સહપાઠીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.
બિલ ગેટ્સ પોતાની એક ભારત યાત્રા દરમિયાન સેક્સ વર્કરની કહાની સાંભળી રોઈ પડ્યા હતા. આ સેક્સ વર્કરની દીકરીએ પોતાના સહપાઠીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. ગેટ્સ ફાઉન્ડેશનના એઈડ્સ નિવારણ કાર્યક્રમ હેઠળ ભારતના એક પ્રવાસ દરમિયાન બિલ ગેટ્સને સેક્સ વર્કરે પોતાની કહાની સંભળાવી હતી. ત્યારબાદ ગેટ્સની આંખોમાં આંસુ રોકાતા નહોતા.

અશોક એલેક્ઝાંડરના પુસ્તકમાં ઉલ્લેખ
બિલ ગેટ્સે આ સેક્સ વર્કર સાથે મુલાકાતની આ કહાની ગેટ્સ ફાઉન્ડેશનના એઈડ્ઝ નિવારણ કાર્યક્રમની દસ વર્ષ સુધી આગેવાની કરી ચૂકેલ અશોક એલેક્ઝાંડરે પોતાના પુસ્તક ‘અ સ્ટ્રેંજર ટ્રુથઃ લેસન્શ ઈન લવ, લીડરશીપ એન્ડ કરેજ ફ્રોમ ઈન્ડિયાઝ સેક્સ વર્કર્સ' માં કહી છે. પુસ્તકમાં સેક્સ વર્કર્સના જીવન, ભારતમાં એઈડ્ઝ પર ચર્ચા કરવામાં આવી છે.

2000 માં સાંભળી હતી ગેટેસે આ કહાની
સેક્સ વર્કરે પોતાની દીકરી અંગેની કહાની ગેટ્સને 2000માં તેમના એક પ્રવાસ દરમિયાન સંભળાવી હતી. મહિલાએ જણાવ્યુ, તેમની દીકરીના સહપાઠીઓને જ્યારે માલુમ પડ્યુ કે હું સેક્સ વર્કર છુ તો તેને હેરાન કરવા લાગ્યા અને તેનો બહિષ્કાર કરી દીધો. તેનાથી તે ખૂબ પરેશાન થઈ. એક દિવસ મે મારી દીકરીને ઘરમાં ફંદાથી લટકતા જોઈ. સુસાઈડ નોટમાં તેણે લખ્યુ હતુ, ‘હવે વધારે સહન નથી કરી શકતી.'

ગેટ્સ અને તેમની પત્ની રાખતા હતા ધ્યાન
પુસ્તકમાં જણાવવામાં આવ્યુ છે કે પોતાની ભારત યાત્રાઓ દરમિયાન બિલ અને તેમની પત્ની મેલિંદા સેક્સ વર્કરોનું ખૂબ ધ્યાન રાખતી હતી. તે જમીન પર બેસીને સેક્સ કર્મીઓ સાથે વાત કરતી અને તેમની મુશ્કેલીઓ સાંભળતા હતા. બંને કલાકો સુધી સાંભળતા હતા કે કેવી રીતે આ લોકોને સમાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.












Click it and Unblock the Notifications
