ભારતમાં ક્યારે આવશે વેક્સીન, કેવી રીતે થશે રસીકરણઃ AIIMS નિર્દેશકે આપી સંપૂર્ણ માહિતી
એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપસિંહ ગુલેરિયાએ કહ્યુ કે સારા સમાચાર છે કે એક વેક્સીનને આટલા ઓછા સમયમાં મંજૂરી મળી ગઈ છે. ભારતમાં પણ અમુક વેક્સીન ત્રીજા તબક્કામાં છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે વેક્સીનના ઉપયોગને મંજૂરી આપનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. બુધવારે ફાઈઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનને સામાન્ય જનતા માટે મંજૂરી મળ્યા બાદ કોરોના વાયરસ સંકટમાં લોકોને એક નવી આશાનુ કિરણ જોવા મળ્યુ છે. ગુરુવારે આ કડીમાં બોલતા દિલ્લી ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ(એઈમ્સ)ના નિર્દેશક ડૉ. રણદીપસિંહ ગુલેરિયાએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે સારા સમાચાર છે કે એક વેક્સીનને આટલા ઓછા સમયમાં મંજૂરી મળી ગઈ છે. ભારતમાં પણ અમુક વેક્સીન ત્રીજા તબક્કામાં છે.

વેક્સીનને મંજૂરી આપનાર દુનિયાનો પહેલો દેશ બ્રિટન
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ સહન કરી રહેલ દેશો આતુરતાથી કોવિડ-19 વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફાઈઝર અને બાયોએનટેકે દાવો કર્યો છે કે તેમની વેક્સીન કોરોના વાયરસ સામે 90 ટકાથી વધુ કારગર સાબિત થઈ છે. આ દિશામાં બુધવારે બ્રિટન સરકારે વેક્સીનને આવતા સપ્તાહથી દેશભરમાં ઉપયોગાં લેવાની મંજૂરી આપી દીધી છે. બ્રિટનમાં વેક્સીનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં પણ ખુશીની લહેર છે.

વેક્સીનથી મૃત્યુદરમાં ઘટાડો થશે
ડૉ. રણદીપસિંહ ગુલેરિયાએ ગુરુવારે એક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કહ્યુ, 'ભારતમાં પણ એવી રસી છે જે પોતાના પરીક્ષણના અંતિમ તબક્કામાં છે. આશા ે કે આ મહિનાના અંત સુધી કે આવતા મહિનાની શરૂઆતમાં આપણને ભારતીય નિયામક અધિકારીઓ પાસેથી ઈમરજન્સી ઉપયોગની અનુમતિ મળી જશે જેથી દેશની જનતાને વેક્સીન આપવાનુ શરૂ કરવામાં આવી શકે.' ડૉ. ગુલેરિયાએ આગળ કહ્યુ, 'એ અંગેના પૂરતા ડેટા છે કે વેક્સીન સુરક્ષિત છે. લગભગ 70,000-80,000 લોકોને વેક્સીન આપવામાં આવી છે. હજુ સુધી વેક્સીનની કોઈ ગંભીર વિપરીત અસર થઈ નથી. વેક્સીથી મૃત્યુદરમાં ઘટાડો થશે અને મોટી વસ્તીને વેક્સીન લગાવવાથી આપણે વાયરસના પ્રસારની ચેઈનને તોડી શકીશુ.'

ભારતમાં ક્યાં સુધી આવશે વેક્સીન
ડૉ. રણદીપ સિંહ ગુલેરિયાએ જણાવ્યુ કે ભારતમાં કોરોના વેક્સીનને મંજૂરી મળતા જ એક સપ્તાહમાં રસીકરણનુ કામ શરૂ થઈ ગયુ છે. ભારતમાં વેક્સીનને મંજૂરી મળ્યા બાદ રસીકરણનુ કામ પણ એક સપ્તાહમાં શરૂ થઈ જશે. આ કામ વેક્સીન બુથ દ્વારા પૂરી કરવામાં આવશે. ભારતમાં વેક્સીન સૌથી પહેલા ફ્રંટલાઈન વર્કર્સને આપવામાં આવશે. આની હળવી સાઈડ ઈફેક્ટ્સ હોઈ શકે છે. જો કે રસીની અસર ક્યાં સુધી રહેશે તે અત્યારે કંઈ કહી શકાય નહિ. ચેન્નઈના વૉલંટિયરના સાઈડ ઈફેક્ટના દાવા પર બોલતા ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે તે મામલો વેક્સીન સાથે સંબંધિત હોવાના બદલે એક આકસ્મિક ઘટના છે. જ્યારે સંખ્યામાં લોકોને રસી મૂકી તો તેમાં અમુકને કોઈને કોઈ બિમારી થઈ શકે છે, જે રસી સાથે સંબંધિત ન હોઈ શકે.

કયા દર્દીઓને આપવામાં આવશે વેક્સીન
ડૉ.રણદીપ ગુલેરિયાએ ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યુ કે વેક્સીનને મંજૂરી મળ્યા બાદ તેનો ઉપયોગ કોરોના વાયરસના કયા દર્દીઓ પર કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે શરૂ-શરૂમાં બધાને વેક્સીન આપવી સંભવ નહિ બને પરંતુ આપણે એ ધ્યાન રાખવાનુ રહેશે કે સૌથી પહેલા રસીની જરૂર કોને છે. આપણે પહેલા એ લોકોનુ રસીકરણ કરીએ જેમની કોવિડ-19થી મરવાની સંભાવના વધુ છે. વૃદ્ધો, ગંભીર બિમારીથી ગ્રસિત લોકો અને ફ્રંટ લાઈન વર્કર્સને પહેલા રસી મૂકવી જોઈએ.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
