દિલ્લીમાં કોરોના વાયરસના કેસોમાં વધારાના કારણે એઈમ્સે બંધ કરી ઓપીડી સેવા
દિલ્લીમાં એક વાર ફરીથી કોરોનાના કેસોમાં વધારાને જોતા દિલ્લી એઈમ્સે ઓપીડી સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં એક વાર ફરીથી કોરોનાના કેસોમાં વધારાને જોતા દિલ્લી એઈમ્સે ઓપીડી સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 8 એપ્રિલથી ઓપીડી સેવા બંધ કરી દેવામાં આવશે. ઓપીડી ઉપરાંત વિશેષ ક્લીનિક અને બધા કેન્દ્રોને પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, જે દર્દીઓનુ ઓપીડી માટે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યુ છે તેમના માટે ઓપીડી સેવા ચાલુ રહેશે.

એઈમ્સના બધા વિભાગોના પ્રમુખોને મોકલવામાં આવેલ જાહેરખબરમાં કહેવામાં આવ્યુ છે કે, 'કોરોના વાયરસના સામૂહિક ફેલાવને ઘટાડવા તથા ઉપસ્થિત શ્રમશક્તિ, ઉપકરણો અને સ્ત્રોતોને એકઠા કરીને તેનો ઉપયોગ માત્ર કોરોનાના દર્દીઓ પર કરવા માટે ઓપાીડી સેવા, વિશેષ ક્લીનિક અને અન્ય કેન્દ્રોને 8 એપ્રિલથી અસ્થાઈ રીતે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.'
જાહેરખબરમાં આગળ કહેવામાં આવ્યુ છે કે બધા વિભાગોના પ્રમુખોને અનુરોધ છે કે તે નવા દર્દીઓની સંખ્યાનો આવનારા ચાર સપ્તાહ માટે સીમિત કરે જેથી કોરોના વાયરસના દર્દીઓનુ પૂરુ ધ્યાન રાખી શકાય. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાની મુખ્ય હોસ્પિટલના વિભાગોને આ સૂચના ઈ-મેઈલના માધ્યમથી ઓપીડી સેવાઓમાં સંલગ્ન વ્યક્તિઓને પણ સૂચિત કરવા માટે કહેવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
