For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CDS બિપિન રાવતના નિવેદનને ઓવૈસીએ ગણાવ્યુ હાસ્યાસ્પદ કહ્યુ, રણનીતિ બનાવવાનુ કામ તમારુ નથી

દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના નિવેદન પર AIMIM(ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ આકરી પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના નિવેદન પર AIMIM(ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ આકરી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યુ, 'આ તેમનુ (બિપિન રાવત)નુ પહેલુ હાસ્યાસ્પદ નિવેદન નથી. નીતિનો નિર્ણય નાગરિક પ્રશાસન કરે છે, ના કે કોઈ જનરલ. નીતિ કે રાજકારણ પર વાત કરીને તે નાગરિક સંપ્રભુતાની અનદેખી કરી રહ્યા છે.'

બિપિન રાવતે શું કહ્યુ હતુ?

બિપિન રાવતે શું કહ્યુ હતુ?

વાસ્તવમાં એક કાર્યક્રમમાં સીડીએસ બિપિન રાવતે આતંકવાદ અને પાકિસ્તાન વિશે કહ્યુ હતુ કે આપણે આતંકવાદ સામે લડવા માટે અમેરિકા જેવી રણનીતિ પર અમલ કરવો જોઈએ. જ્યાં સુધી આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશ છે, ત્યાં સુધી આપણે આ જોખમનો સામનો કરતા રહેવુ પડશે. આ ઉપરાંત રાવતે કહ્યુ હતુ, ‘જે લોકો સંપૂર્ણપણે કટ્ટર બની ચૂક્યા છે, તેમની પાસે કામ શરૂ કરાવવુ પડશે. તેમને કટ્ટરતા સામે કાર્યક્રમોમાં શામેલ કરવા પડશે. જમ્મુ કાશ્મીરમા લોકોને કટ્ટર બનાવવામાં આવ્યા, 12 વર્ષના છોકરા છોકરીઓને ફણ કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. આ લોકોને ધીમે ધીમે કટ્ટરતાથી દૂર કરી શકાય છે. આના માટે ડીરેડિકલાઈઝેશન કેમ્પ બનાવવા પડશે.'

‘બદલા' યોગી અને ‘પાકિસ્તાન જાઓ'

‘બદલા' યોગી અને ‘પાકિસ્તાન જાઓ'

સીડીએસના આ નિવેદન પર પલટવાર કરીને ઓવૈસીએ એક અન્ય ટ્વીટમાં કહ્યુ, ‘લિંચિંગ કરનારા અને તેમના આકાઓનુ ડીરેડિકલાઝેશન કોણ કરશે? તેમનુ શું જે અસમના બંગાળી મુસલમાનોની નાગરિકતાનો વિરોધ કરી રહ્યા છે? કદાચ ‘બદલા' યોગી અને ‘પાકિસ્તાન જાઓ' મેરઠના એસપીને ડીરેડિકલાઈઝ કરવામાં આવે? એ લોકોને ડીરેડિકલાઈઝ કરવામાં આવે જે એનપીઆર-એનઆરસીના માધ્યમથી અમારા પર મુશ્કેલીઓ થોપવાના છે?'

યોગી અને મેરઠ એસપી માટે આવુ કેમ કહ્યુ?

યોગી અને મેરઠ એસપી માટે આવુ કેમ કહ્યુ?

ઓવૈસીનો હેતુ અહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘ઉપદ્રવીઓ સામે બદલો' લેતા નિવેદન અને મેરઠના એસપીના એ નિવેદનથી હતો જેમાં તેમણે પત્થરમારો કરનારા ઉપદ્રવીઓને કહ્યુ હતુ કે તે પાકિસ્તાન જતા રહે. સીડીએસ જનરલ બિપિન રાવતે એ પણ કહ્યુ હતુ કે કટ્ટરવાદી વિચારધારાનો સામનો કરવાની જરૂર છે. બધા સાથે શાંતિવાર્તા શરૂ કરવી જોઈએ પરંતુ એ શરત પર કે આતંકવાદને સંપૂર્ણપણે છોડી દે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ કોર્ટના ચુકાદાથી નિરાશ નિર્ભયાની માએ કહ્યુ, મને કેમ સજા મળી રહી છે?આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ કોર્ટના ચુકાદાથી નિરાશ નિર્ભયાની માએ કહ્યુ, મને કેમ સજા મળી રહી છે?

English summary
AIMIM chief Asaduddin Owaisi said on CDS bipin rawat statement that he is undermining civilian supremacy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X