Telangana assembly Election 2023: AIMIM ચીફે કર્યો તેલંગણા વિધાનસભા ચૂંટણી પ્રચાર, PM મોદી વિશે કહીં આ વાત
Telangana assembly election 2023: ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું.
અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી જાતિ આધારિત વોટની અપીલ કરી રહ્યા છે, પરંતુ તેઓ OBC સમાજ સાથે ન્યાય કરવા માંગતા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ હૈદરાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં કહ્યું હતું કે, જનતાના આશીર્વાદથી પછાત જાતિમાંથી ભાજપના પ્રથમ મુખ્યમંત્રી અહીંથી બનશે. જે બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ પ્રતિક્રિયા આપી હતી. હું અહીં 2013ની મારી રેલીને ક્યારેય ભૂલી શકતો નથી. આવા સમયે તે ઓબીસી વડાપ્રધાનની પસંદગીની યાત્રાની શરૂઆત હતી. આજે, તેલંગાણાના બીજેપીના મુખ્યપ્રધાન માટે કાઉન્ટડાઉન, જેઓ પછાત સમુદાયમાંથી આવે છે, તે અહીંથી જ શરૂ થઈ રહ્યું છે.
AIMIM ચીફ ઓવૈસીએ કર્યા પ્રહાર - આ પર ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પછાત મુસ્લિમો માટે અનામત હટાવવાનું વચન આપ્યું છે, 27 ટકા ઓબીસી ક્વોટાનો વિરોધ કર્યો છે, અને અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરી નથી.
અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન જાતિની ઓળખ પર વોટ માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ OBC સાથે ન્યાય કરવા માંગતા નથી. જ્યારે હું કહું છું કે ભારતીય રાજકારણમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું છે, ત્યારે મને રાષ્ટ્ર વિરોધી અને કોમવાદી કહેવામાં આવે છે. વડાપ્રધાન મોદી ભયાવહ છે અને તે દેખાઈ રહ્યું છે.
હૈદરાબાદમાં મોદીએ કરી ગર્જના - બીઆરએસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોઈનો અહંકાર તેમને ટકી રહેવા દેતો નથી. બીઆરએસના નેતાઓમાં પણ આવો જ ઘમંડ દેખાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેલંગાણાની જનતાએ આવા અહંકારી મુખ્યમંત્રીને તેમના વોટની તાકાતથી જવાબ આપ્યો હતો.
વડાપ્રધાન મેદીએ જણાવ્યું હતું કે, આ હતાશામાં અહીંના નેતાઓ મોદીને ગાળો આપતા રહે છે. બીઆરએસના ભ્રષ્ટાચારની કડી દિલ્હીના દારૂ કૌભાંડ સાથે પણ જોડાયેલી છે. આજે હું આવા લોકોને કહેવા માંગુ છું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, જેમણે જનતાને લૂંટી છે તેમને વળતર આપવું પડશે.
વડાપ્રધાન મેદીએ જણાવ્યું હતું કે, તે એનડીએ અને ભાજપ છે, જે ઓબીસીના હિતોનું સૌથી વધુ ધ્યાન રાખે છે, અને તેમને સૌથી વધુ પ્રતિનિધિત્વ આપે છે. કેન્દ્રમાં NDA સરકારમાં 27 OBC મંત્રીઓ છે, જે આઝાદી પછી સૌથી વધુ છે. આજે દેશમાં ભાજપ પાસે 85 OBC સાંસદો છે. આજે દેશમાં ભાજપ પાસે 365 OBC વિધાનસભા સભ્યો છે. આજે દેશમાં ભાજપ પાસે 65 OBC વિધાન પરિષદના સભ્યો છે.












Click it and Unblock the Notifications
