હૈદરાબાદ ગેંગરેપ મામલે છઠ્ઠો આરોપી નીકળ્યો AIMIM ધારાસભ્યનો પુત્ર, બધાની પોલિસે કરી ધરપકડ
હૈદરાબાદ ગેંગરેપ મામલે છઠ્ઠો આરોપી AIMIM ધારાસભ્યનો દીકરો નીકળ્યો.
હૈદરાબાદઃ તેલંગાના પોલિસે મંગળવારે ખુલાસો કર્યો કે ગયા સપ્તાહે હૈદરાબાદના જુબલી હિલ્સમાં એક સગીર છોકરી સાથે ગેંગરેપની જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેમાં AIMIMના ધારાસભ્યના દીકરાનુ નામ પણ આરોપીઓમાં આવ્યુ છે. પોલિસે જણાવ્યુ કે આ છઠ્ઠો આરોપી છે કે જે સગીર જણાવવામાં આવી રહ્યો છે અને તેને પોલિસે ધરપકડ કરી લીધી છે. આ કેસના બધા આરોપી હવે પોલિસની કસ્ટડીમાં છે.

4 આરોપીઓને રાજકીય પરિવારો સાથે સંબંધ
મંગળવારે હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે કહ્યું કે તમામ 6 આરોપી અમારી કસ્ટડીમાં છે જેમાંથી 5 સગીર છે. સીવી આનંદે જણાવ્યું કે સાદુદ્દીન મલિક તેમાં મુખ્ય આરોપી છે જેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. સીવી આનંદે જણાવ્યુ કે 4 આરોપી રાજકીય પરિવારો સાથે સંબંધિત છે. પોલીસે જણાવ્યુ કે જે કારમાં ગેંગરેપની ઘટના બની હતી તે કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 28 મેના રોજ હૈદરાબાદના પૉશ જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં એક પાર્ટીમાંથી ઘરે પરત ફરતી વખતે 17 વર્ષની છોકરી સાથે કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પીડિતાનો આરોપ છે કે કારમાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ઘટના બાદ સમગ્ર હૈદરાબાદમાં આક્રોશની લહેર છે. પીડિતાને ન્યાય અપાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
