હનીટ્રેપમાં ફસાયો વાયુસેનાનો કેપ્ટન, પાક. મોકલી ગુપ્ત માહિતી

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી પોલીસે વાયુસેનાના એક ગ્રુપ કેપ્ટનને ખાનગી જાણકારી લીક કરવાના આરોપમાં પકડી પાડ્યો છે. ઓફિસર પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ગુપ્ત જાણકારી આપવાનો આરોપ છે. આ ઓફિસરનું નામ છે અરુણ મારવાહ. જે ગ્રુપ કેપ્ટન છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આ ઓફિસર ફેસબુક દ્વારા બે પાકિસ્તાની મહિલાઓના સંપર્કમાં આવ્યો હતો. અને તે પછી તે આ મહિલાઓને વોટ્સઅપ દ્વારા જાણકારીઓ મોકલતો હતો. ગ્રુપ કેપ્ટન અરુણ મારવાહ દિલ્હીમાં વાયુસેનાના મુખ્યાલયમાં ફરજ બજાવતો હતો. વાયુસેનાએ કેન્દ્રીય સુરક્ષા અને તપાસ દળના જાસૂસી અટકાવતા નિરીક્ષણ દળ આ અધિકારીની ગતિવિધિ પર નજર રાખતા જાણવા મળ્યું કે તે ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા અનેક રીતની ગૈરકાનૂની ગતિવિધિઓ કરતો હતો.

captin

સુત્રોનું માનીએ તો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ એ આ અધિકારીને હનીટ્રેપ દ્વારા ગ્રુપ કેપ્ટનને ફસાવ્યો હતો અને તેની જોડેથી આ ગુપ્ત માહિતી બહાર કાઢી હતી. હાલ પોલીસે તેમની પર સરકારી ગોપનીયતા કાનૂન હેઠળ કેસ દાખલ કર્યો છે. અને જો આ અધિકારી દોષી જાહેર થયો તો તેને સાત વર્ષથી જેલની સજા પણ થઇ શકે છે. નોંધનીય છે કે કેસ દાખલ કરતા પહેલા કેપ્ટન જોડે 10 દિવસ સુધી પુછપરછ કરવામાં આવી હતી. અને પુછપરછ પછી કેપ્ટનને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. હાલ તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. જો કે હજી આ મામલે વાયુસેનાના કોઇ અધિકારીએ કોઇ નિવેદન નથી આપ્યું.

English summary
Air Force official arrested for sharing classified information.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.