Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદીની વિદેશ યાત્રાની જાણકારી પર એરઇન્ડિયા ચૂપ, કારણ

એરઇન્ડિયા ઘ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રામાં ઉપયોગ લેવામાં આવેલા ચાર્ટર્ડ પ્લેન સંબંધિત રેકોર્ડ વિશે જાણકારી માંગવામાં આવી હતી.

એરઇન્ડિયા ઘ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રામાં ઉપયોગ લેવામાં આવેલા ચાર્ટર્ડ પ્લેન સંબંધિત રેકોર્ડ વિશે જાણકારી માંગવામાં આવી હતી. પીએમઓ ઘ્વારા તેમાં માટે સુરક્ષા કારણો આપીને જાણકારી આપી નહીં. ખરેખર સૂચના અધિકાર નિયમ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તેમની વિદેશ યાત્રા વિશે જાણકારી માંગી હતી.

narendra modi

લોકેશ બત્રા નામના વ્યક્તિ ઘ્વારા 2 ફેબ્રુઆરી 2018 દરમિયાન આરટીઆઈ દાખલ કરીને નવેમ્બર 2016 થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા વિશે જાણકારી માંગી હતી. આરટીઆઈ હેઠળ પીએમ મોદીના ચાર્ટડ વિમાનો વિગત, વિદેશ મંત્રાલય અને વિમાન મંત્રાલય ઘ્વારા મોકલવામાં આવેલા બીલો વિશે જાણકારી માંગવામાં આવી હતી.

કેન્દ્રીય જન સૂચના અધિકારી ઘ્વારા જાણકારી આપવાથી ઇન્કાર કરી દેવામાં આવી. તેની સાથે આ મામલો પીએમઓ અને એરઇન્ડિયા સાથે થયેલી મેલ વિગતો પણ મોકલી.

એરઇન્ડિયા અધિકારી ઘ્વારા 26 ડિસેમ્બર 2016 દરમિયાન મોકલવામાં આવેલા મેલમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રધાનમંત્રી યાત્રા રેકોર્ડની જાણકારી સુરક્ષા નિયમોને આધીન છે. એટલા માટે તેને આરટીઆઈ નિયમ માં છૂટ મળી છે.

જેના માટે અધિકારી ઘ્વારા સૂચના અધિકાર 2005 સેક્શન 8(1) વિશે જણાવવામાં આવ્યું છે. આરટીઆઈ દાખલ કરનાર વ્યક્તિ લોકેશ બત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને કેન્દ્રીય જન સૂચના અધિકારી ઘ્વારા જવાબ મળ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સુરક્ષાના કારણો હેઠળ તેઓ આ મામલે જાણકારી નહીં આપી શકે.

આરટીઆઈ નિયમ સેક્શન 8(1) અનુસાર એવી જાણકારીને છૂટ આપવામાં આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિનું જીવન અને શારીરિક સુરક્ષા સંકટમાં આવી શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X