એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફાયર અલાર્મ વાગતા હોબાળો, દુબઇ જતી ફ્લાઇટને કરાઇ ડાયવર્ટ
કેરળના કોઝિકોડના કારીપુર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને અચાનક કન્નુર તરફ વાળવામાં આવી હતી.
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 345 એ સવારે 9:53 વાગ્યે કારીપુરથી ઉડાન ભરી હતી અને સવારે 11:00 વાગ્યે કન્નુરમાં સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી.

અહેવાલો અનુસાર ટેકઓફના લગભગ એક કલાક પછી, પાઇલટે ફ્લાઇટમાં ફાયર વોર્નિંગ લાઇટ (ફાયર એલાર્મ) જોયું, જેના પછી પાઇલટે ફ્લાઇટને કોઈ પણ વિલંબ કર્યા વિના કન્નુર તરફ વાળ્યું હતુ.
જો કે, પાછળથી તપાસમાં ખબર પડી કે એલાર્મ ખોટું હતું. ક્રૂ સહિત 176 લોકોને લઈને ફ્લાઈટ સવારે 11:00 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી. બધા મુસાફરો સલામત છે.
એરપોર્ટના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાયલટે એરક્રાફ્ટના કાર્ગો હોલ્ડમાં ફેલ એલાર્મ લાઇટ બળતી જોઈ, ત્યારબાદ તેણે તરત જ ફ્લાઇટને કન્નુર તરફ વાળવાનો નિર્ણય લીધો હતો.
જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું કે ફાયર એલર્ટ લાઈટ ખોટુ એલાર્મ છે. "ખોટા એલાર્મને પગલે, અમારી કોઝિકોડ-દુબઈ ફ્લાઇટ કન્નુર તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. કન્નુરથી દુબઈની વૈકલ્પિક ફ્લાઇટની સુનિશ્ચિત કામગીરી ચાલુ રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે."
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એક્સપ્રેસ મહેમાનોને થયેલા વિલંબ અને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે અને ભોજન અને નાસ્તો પૂરો પાડે છે.પ્રવક્તાએ જણાવ્યું હતું કે શારજાહથી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ, જે ટૂંક સમયમાં કન્નુરમાં લેન્ડ થવાની છે, તેનો ઉપયોગ મુસાફરોને દુબઈ લઇ જવા માટે કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
