For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 દિવસ Air India ની ફ્લાઈટ બંધ રહેશે, જાણો કેમ?

ભારતીય વાયુસેના દ્વારા પ્રજાસત્તાક દિનને લઈને તૈયારીઓ કરવામાં આવશે. આ સ્થિતિમાં એરલાઇન 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી અને પ્રજાસત્તાક દિવસે સવારે 10:30 થી 12:45 વાગ્યા સુધી દિલ્હી જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓને લઈને કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટના સંચાલનને 7 દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયાએ આ જાણકારી એક નિવેદન જારી કરીને આપી છે. એક ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા પ્રજાસત્તાક દિનને લઈને તૈયારીઓ કરવામાં આવશે. આ સ્થિતિમાં એરલાઇન 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી અને પ્રજાસત્તાક દિવસે સવારે 10:30 થી 12:45 વાગ્યા સુધી દિલ્હી જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરશે.

Air India

જો કે આ સમય પહેલા કે પછી ચાલતી ફ્લાઈટ્સ પર કોઈ અસર નહીં પડે. એરલાઇન દ્વારા આ નિર્ણય દિલ્હી એરપોર્ટ દ્વારા જારી કરાયેલ નોટિસ ટુ એરમેન અનુસાર છે. આ સ્થિતિમાં 74માં પ્રજાસત્તાક દિવસ સુધી એક અઠવાડિયા સુધી દરરોજ લગભગ ત્રણ કલાક માટે એરસ્પેસ પ્રતિબંધિત કરવામાં આવશે.

સામે આવી રહેલી વિગતો અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે એર ઇન્ડિયા એક કલાક મોડી અથવા એક કલાક વહેલા શેડ્યૂલ કરશે. એર ઈન્ડિયાએ એ પણ કહ્યું છે કે, મુસાફરોએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરાશે નહીં. આ સ્થિતિમાં મુસાફરી કરતા પહેલા મુસાફરોએ સત્તાવાર વેબસાઇટ પર જઈને વિગતો તપાસવી. જેથી તેમને કોઈ સમસ્યા ન થાય.

અહીં તમને જણાવી દઈએ કે ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. આ પરેડમાં સેનાની ત્રણેય પાંખ તેની વિરતાનું પ્રદર્શન કરે છે.

English summary
Air India flight will be closed for 7 days, know why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X