For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

19 મેથી શરૂ થઈ શકે છે વિમાનોનુ સંચાલન, માત્ર આ શહેરો માટે ફ્લાઈટો

19 મેથી એર ઈન્ડિયા દેશના અલગ અલગ શહેરો માટે વિશેષ ઉડાનોનુ સંચાલન શરૂ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના 74 હજારથઈ વધુ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 17 મે સુધી લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. વળી, 18મેથી લૉકડાુનનો ચોથો તબક્કો પણ શરૂ થશે પરંતુ આ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર છે. જે હેઠળ 19 મેથી એર ઈન્ડિયા દેશના અલગ અલગ શહેરો માટે વિશેષ ઉડાનોનુ સંચાલન શરૂ કરી શકે છે.

મોટાભાગની ફ્લાઈટો મોટા શહેરો માટે

મોટાભાગની ફ્લાઈટો મોટા શહેરો માટે

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દેશભરમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવા માટે એર ઈન્ડિયા 19 મેથી 2 જૂન સુધી વિવિધ શહેરો માટે સ્પેશિયલ ફ્લાઈટનુ સંચાલન કરશે. આમાં મોટાભાગની ફલાઈટો દિલ્લી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ માટે હશે. શ્રમિક ટ્રેનોની જેમ આમાં કોઈ છૂટ આપવામાં આવશે નહિ. રિપોર્ટ મુજબ દિલ્લીથી 173, મુંબઈથી 40, હૈદરબાદથી 25 અને કોચ્ચિથી 12 ફ્લાઈટોના સંચાલનનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્લીથી જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, કોચ્ચિ, અમદાવાદ, વિજયવાડા માટે વિમાનોનુ સંચાલન હશે. વળી,એર ઈન્ડિયા મુંબઈથી વિશાખાપટ્ટનમ, કોચ્ચિ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને વિજયવાડા માટે ઉડાનો સંચાલિત કરશે. હૈદરાબાદથી મુંબઈ, દિલ્લી માટે પણ ઉડાનો રહેશે. આ સાથે જ બેંગલુરુથી મુંબઈ, દિલ્લી, હૈદરાબદ અને ભુવનેશ્વર માટે ફ્લાઈટોનુ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે.

નોટિફિકેશન જારી થયા બાદ શરૂ થશે બુકિંગ

નોટિફિકેશન જારી થયા બાદ શરૂ થશે બુકિંગ

આ બાબતે એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ઉડાનોનુ આખુ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે. બસ નાગરિક ઉડ્ડયન મંત્રીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ શિડ્યુલ વંદે માતરમ મિશનના બીજા તબક્કાની અનુમતિ બાદ બનાવવામાં આવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે સરકારે ઘરેલુ ઉડાનોને પણ બીજા તબક્કામાં શામેલ કરવાની વાત કહી હતી.આમાં અમુક ઉડાનોનુ શિડ્યુલ આ રીતે છે કે વિદેશથી આવતા નાગરિક પોતાના ગૃહ રાજ્યોમાં સરળતાથી પહોંચી શકે. પહેલા ઉડાનોનુ સંચાલન 15 મેથી શરૂ થવાનુ હતુ પરંતુ બાદમાં તેને 19 મેથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. નોટિફિકેશન જારી થયા બાદ યાત્રીઓને આ વિમાનો માટે ટિકિટનુ બુકિંગ કરવુ પડશે.

15 શહરો માટે ચાલી રહી છે ટ્રેનો

15 શહરો માટે ચાલી રહી છે ટ્રેનો

તમને જણાવી દઈએ કે 25 માર્ચે લૉકડાઉનના એલાન બાદથી ટ્રેન, બસ અને વિમાનોનુ સંચાલન બંધ કરી દેવામાં આવ્યુ હતુ. લૉકડાઉનનાકારણે લાખોની સંખ્યામાં લોકો બીજા રાજ્યોમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ મજૂરોને ગૃહ રાજ્યમાં પહોંચાડવા માટે સરકારે શ્રમિક ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપી હતી. બાદમાં 12 મેથી 15 શહેરો માટે ટ્રેનોનુ પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યુ. ટ્રેનો બાદ હવે ફ્લાઈટ શરૂ થવાથી લોકોને રાહત મળશે.

હેપ્પી બર્થડે સની લિયોન, જુઓ સુંદર અને ગ્લેમરસ સનીના Rare Picsહેપ્પી બર્થડે સની લિયોન, જુઓ સુંદર અને ગ્લેમરસ સનીના Rare Pics

English summary
air india special domestic flights will start from 19 may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X