For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિગો, સ્પાઈસજેટ સહિત આ એરલાઈન્સે જૂનથી ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કર્યુ

કૉમર્શિયલ વિમાન સેવાઓ લૉકડાઉનમાં બંધ છે પરંતુ આ દરમિયાન અમુક એરલાઈન્સે જૂનથી ફ્લાઈટોનુ બુકિંગ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના વધતા સંકટ વચ્ચે લૉકડાઉન લંબાવીને 31 મે કરી દેવામાં આવ્યુ છે. આ દરમિયાન કૉમર્શિયલ વિમાન સેવાઓ પણ બંધ જ રહેશે. પરંતુ આ દરમિયાન અમુક એરલાઈન્સે જૂનથી ફ્લાઈટોનુ બુકિંગ શરૂ કરી દીધુ છે. આ અંગેની માહિતી સૂત્રોએ આપી છે. જો કે સ્પાઈસજેટ એરલાઈન્સના પ્રવકતાએ કહ્યુ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો માટે બુકિંગ 15 જૂન સુધી બંધ રહેશે. વળી, ઈન્ડિગો અને વિસ્તારાના સૂત્રોએ કહ્યુ કે તે ઘરેલુ ઉડાનો માટે બુકિંગ કરી રહ્યા છે.

plane

તમને જણાવી દઈએ કે 25 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગ્યા બાદથી જ કૉમર્શિયલ વિમાન સેવાઓ બંધ છે. સોમવારે એક સૂત્રએ જણાવ્યુ કે, 'ઘરેલુ એરલાઈન્સે જૂનથી પોતાની ફ્લાઈટો માટે બુકિંગ ખોલી દીધુ છે.' બુકિંગ શરૂ થતા ઈન્ડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ અધિકૃત ટિપ્પણી કરવામાં આવી નથી. વળી, સોમવારે ભારતીય હવાઈ યાત્રી એસોસિએશન (એપીએઆઈ)ના રાષ્ટ્રીય અધ્ય સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા વિશે અમુક એરલાઈન કંપનીઓની ટીકા પણ કરી છે. તેમણે ટ્વિટ કરીને દાવો કર્યો કે, 'અમે એ સમજીએ છીએ કે ઈન્ડિગો, સ્પાઈસજેટ, ગોએરે એમ વિચારીને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બુકિંગ શરૂ કરી દીધુ છે કે એક જૂનથી પરિચાલન શરૂ થઈ જશે. કૃપા કરીને તેમના ચક્કરમાં ન પડો. તમારા પૈસા ઉધાર ખાતા જશે. સારુ રહેશે કે તમે તેને પોતાની પાસે સુરક્ષિત રાખો.' દેશવ્યાપી લૉકડાઉન 31 મે સુધી લંબાવવાના તરત જ બાદ ઉડ્ડયન નિયામક DGCAએ રવિારે કહ્યુ કે બધી શિડ્યુલ કરવામાં આવેલી કૉમર્શિયલ ફ્લાઈટો 31 મેની અડધી રાત સુધી બંધ કરી દેવામાં આવી છે.

આમાં એ પણ કહેવામાં આવ્યુ, 'વિદેશી અને ઘરેલુ એરલાઈન્સે પોતાનુ પરિચાલન શરૂ થવા વિશે સૂચિત કરવામાં આવશે, ભલે તે આંતરરાષ્ટ્રીય હોય કે ઘરેલુ.' એરલાઈન્સે રદ ઉડાનો માટે લૉકડાઉનના શરૂઆતના તબક્કામાં રોકડમાં ગ્રાહકોને પૈસા પાછા નહોતા આપ્યા ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એ સમય દરમિયાન બુક કરવામાં આવેલ ટિકિટોને રદ કરવાની માંગ કરનાર ગ્રાહકોને પૂર્ણ વાપસી કરવા માટે કહ્યુ હતુ. આ અંગે એડવાઈઝરી ત્યારે જારી કરવામાં આવી હતી જ્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ઘરેલુ એરલાઈન્સના તેમની સાથેના વ્યવહાર વિશે ફરિયાદ કરી હતી.

મુંબઈના બાંદ્રા સ્ટેશન પર મજૂરોનુ ટોળુ ઉમટ્યુ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજ્જિયા, જુઓ Videoમુંબઈના બાંદ્રા સ્ટેશન પર મજૂરોનુ ટોળુ ઉમટ્યુ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજ્જિયા, જુઓ Video

English summary
airlines including indigo and spicejet starts booking from june onwards sources said
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X