બિગ બોસ બફાટઃ એજાઝે મોદીને કહ્યાં ‘ચોર’, નોંધાઇ ફરિયાદ

Posted By: Super
Subscribe to Oneindia News

બિગ બોસ 7 સતત વિવાદોથી ઘેરાઇ રહ્યું છે. બૉલીવુડ અભિનેતા સલમાન ખાન અને અરમાન કોહલી બાદ બિગ બોસ સાથે જોડાયેલી અન્ય એક સેલિબ્રિટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. બિગ બોસ 7માં ભાગ લઇ રહેલો એજાઝ ખાન મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. તેણે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરતા તેમને ‘ચોર' કહ્યાં છે, જેને લઇને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઇ પોલીસ દ્વારા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

એજાઝ ખાન દ્વારા કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એજાઝ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એજાઝે આ પ્રકારની ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે તે ગૌહર, કુશાલ, અરમાન અને તનિષા સાથે વાતો કરી રહ્યો હતો. જો કે, ચેનલ દ્વારા કોઇ પણ પ્રકારનો વિરોધથી બચવા માટે આ સીનને પ્રસારિત કર્યો નહોતો, પરંતુ આ સીનનો વીડિયો યુટ્યુબ પર લીક થઇ ગયો હતો.

મોદી વિરુદ્ધ કરવામા આવેલી અયોગ્ય ટિપ્પણીને લઇને ભાજપના બોરિવલીના ધારાસભ્ય ગોપાલ શેટ્ટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ આ કેસને લોનાવાલા ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે પોતાની આ પ્રકારની કોમેન્ટ બાદ એજાઝ કેવો જવાબ આપે છે અથવા તો તેની પણ અરમાન કોહલીની જેમ ધરપકડ કરવામાં આવે છે કે નહીં.

એજાઝ વિરુદ્ધ ફરિયાદ

એજાઝ વિરુદ્ધ ફરિયાદ

નરેન્દ્ર મોદીને ચોર કહેવા બદલ એજાઝ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી.

સાથીઓ સાથે વાત કરતા કરી હતી આ ટિપ્પણી

સાથીઓ સાથે વાત કરતા કરી હતી આ ટિપ્પણી

એજાઝે બિગ બોસના અન્ય સાથીઓ અરમાન, કુશાલ, ગૌહર અને તનીષા સાથે વાતચીત દરમિયાન મોદી વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી.

ભાજપના ધારાસભ્યે નોંધાવી ફરિયાદ

ભાજપના ધારાસભ્યે નોંધાવી ફરિયાદ

ભાજપના બોરિવલીના ધારાસભ્ય ગોપાલ શેટ્ટીએ સમતા નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 એજાઝ મુશ્કેલીમાં

એજાઝ મુશ્કેલીમાં

મોદી વિરુદ્ધ ટિપ્પણી બાદ એજાઝ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે, ગત કાલે ભાજપના સમર્થકો દ્વારા બિગ બોસના ઘરની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એજાઝ ચોર

એજાઝ ચોર

બિગ બોસના ઘરમાં એજાઝે પોતાને ચોર ગણાવ્યો હતો અને આ સાથે એમ કહ્યું હતું કે મારી જેમ મોદી પણ ચોર છે.

English summary
Bigg Boss 7 contestant Ajaz Khan is in trouble as he was caught calling BJP supremo Narendra Modi a "chor" (thief). A case has been registered in court, will he get arrested like Armaan Kohli?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.