For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજમેર દરગાહના દીવાન પાકિસ્તાનના પીએમની મુલાકાતનો બહિષ્કાર કરશે

|
Google Oneindia Gujarati News

raja pervaiz ashraf
અજમેર, 8 માર્ચ : અજમેર સ્થિત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તિની દરગાહના દીવાન જૈનુલ આબેદીન અલી ખાને પાકિસ્તાનના વડાપ્રધાન પરવેજ અશરફની ઝિયારતનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. દીવાન આબેદીને પાકિસ્તાન સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોના માથાં કાપી નાખવાના વિરોધમાં આ નિર્ણય લીધો છે. હિંદુવાદી સંગઠન પહેલાથી જ પરવેઝ અશરફના આવવાનો વિરોધ કરી રહ્યા છે.

અડમેરના વકીલોએ પણ પાકિસ્તાનના વડાપ્રધાન પરવેઝ અશરફની અજમેર યાત્રાને તેમની વ્યક્તિગત મુલાકાત ગણાવીને કોંગ્રેસના તમામ દળોને આ મુદ્દે રાજકારણ નહીં રમવા અપીલ કરી છે.

અજમેરમાં હેલીપેડથી દરગાહ સુધી જનારા માર્ગ પરના સ્પીડ બ્રેકર્સ દૂર કરવામાં આવી રહ્યા છે. વાયુ સેનાના હેલિકોપ્ટર્સ પણ સતત રિહર્સલ કરી રહ્યા છે. દરગાહની નજીકની હોટલમાં ખાનગી વેશમાં પોલીસને નિયુક્ત કરી દેવામાં આવી છે. બીજી તરફ દરગાહ કમિટીએ પણ પાકિસ્તાનની વડાપ્રધાનના શાનદાર સ્વાગતની વાત કરી છે. પરવેઝ અશરફ જિયારત માટે શનિવારે નવ માર્ચે અજમેર શરીફ આવી રહ્યા છે.

બીજા તરફ વિદેશ મંત્રાલય સલમાન ખુર્શીદે પાકિસ્તાનના પીએમની મુલાકાતને તેમની વ્યક્તિગત મુલાકાત ગણાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પણ જણાવ્યું છે કે કોઇ પણ દેશના વડાપ્રધાન ભારત આવી રહ્યા હોય, આપણે તેમનું સન્માન કરવું જોઇએ. તેમણે પાકિસ્તાનની પીએમની આ મુલાકાતને આસ્થાના દ્રષ્ટિકોણથી જોવાની અપીલ કરી છે. કોંગ્રેસના અન્ય એક નેતા રાજીવ શુક્લાએ પણ બંને દેશો વચ્ચેની વાતચીત ચાલુ રાખવા માટે અપીલ કરી છે.

બીજી તરફ આરજેડી અધ્યક્ષ લાલુ યાદવે જણાવ્યું છે કે પાકિસ્તાનના સૈનિકોએ જેવી રીતે આપણા સૈનિકોના માથાં વાઢ્યા છે તે બહુ ખોટું કર્યું છે. મને લાગે છે કે પાકિસ્તાન સરકાર આ મુદ્દે કડક રીતે વર્તશે.આ પ્રકારની ઘટનાથી મન તૂટે છે. પાકિસ્તાનના પીએમનું સ્વાગત છે. તેઓ ખ્વાજાની દરગાહ જઇ રહ્યા છે.તેમને ખ્વાજા સદબુદ્ધિ આપશે. તેમાં કોઇએ પણ રાજકારણ રમવું જોઈએ નહીં. યુદ્ધ એકમાત્ર સમાધાન છે તેવું નથી, વાતચીતથી પણ મુદ્દાનો ઉકેલ આવી શકે છે.

English summary
Ajmer dargah divan will boycott Pakistan PM visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X