For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજમેરના દીવાનને ભારત રત્ન આપવામાં આવેઃ ઉદ્ધવ

|
Google Oneindia Gujarati News

uddhav-thackeray
મુંબઇ, 11 માર્ચઃ પાકિસ્તાની પ્રધાનમંત્રી પરવેજ અશરફને આ પવિત્ર સ્થળની મુલાકાતનો વિરોધ કરનાર અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહના દીવાન જૈનુલ અબેદીન અલી ખાનના શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વખાણ કર્યાં છે. ઉદ્ધવે પાર્ટીના મુખપત્ર, સામનામાં એક લેખમાં સોમવારે લખ્યું છે કે દેશભક્તિની ભાવના અને દેશ પ્રેમથી તેમણે દેખાડી દીધું છે કે તે દેશના સાચા રત્ન છે અને ભારતના સૌથી મોટા નાગરિક સન્માન ભારત રત્ન તેમને આપવો જોઇએ.

ખાનના સાહસ પૂર્ણ, બેજોડ અને માનવીય પગલાંની પ્રશંસા કરતા ઉદ્ધવે કહ્યું કે દીવાનને એ અનુભવ્યુ હશે કે પાકિસ્તાની પ્રધાનમંત્રી માટે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવું, એ ભારતીય જવાનોની સ્મૃતિઓનું અપમાન કરવા સમાન હશે, જેમની પાકિસ્તાની સેનાએ તાજેતરમાં નૃશંસ હત્યા કરી દીધી હતી.

ઉદ્ધવે કહ્યું કે તેનાતી વિપરીત, ભારતના વિદેશમંત્રીએ અશરફનું ભવ્ય સ્વાગત કરવામાં કોઇ કસર છોડી નહીં અને તેમના માટે શાહી દાવતનું પણ આયોજન કરવામાં આવ્યું. અશરફ જતાં રહ્યાં બાદ અજમેરમાં એ રસ્તાઓની સફાઇ કરવામાં આવી, જ્યાંથી તે પસાર થયા હતા. મુસલમાન સ્વેચ્છાએ આ સફાઇ અભિયાનમાં સામેલ થયા હતા.

દીવાનનું આ પગલું કટ્ટર મુસલમાનો સહિત સરકારની આંખો ખોલનારું તથા નવા ચલણની શરૂઆત કરનારું છે. ઉદ્ધવે વ્યંગ્યાત્મક રીતે કહ્યું કે, જે રીતે પાકિસ્તાન તેમના વખાણ કરનારા ભારતીયોને પોતાનું સર્વોચ્ચ સમ્માન 'નિશાન એ પાકિસ્તાન'થી નવાજે છે, તેવી જ રીતે ભારત પણ તેનો જવાબ આપી શકે છે.

તેમણે કહ્યું કે, ત્યારે, દીવાનને આ ચલણનો વિરોધ કરવા અને પાકિસ્તાની નેતા વિરુદ્ધ કડક વલણ અપનાવવા માટે શા માટે ભારત રત્ન આપવામાં ના આવે? આ દેશના સામાન્ય મુસલમાનો માટે પ્રેરણા અને તેમનામા સાહસ ભરવાનું કામ કરી શકે છે.

નોંધનીય છે કે દીવાનમાં અજમેરના સૂફી દરગાહમાં અશરફના વ્યક્તિગત પ્રવાસનો બહિષ્કાર કર્યો હતો અને દરગાહના મોલવીઓએ તેમનું દાન સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો. અશરફ, તેમના પત્ની નુસરત અને તેમની સાથે 20 અન્ય લોકોએ ત્યાં જિયારત કરી હતી.

English summary
Shiv Sena president Uddhav Thackeray lauded Diwan Zainul Abedin Ali Khan of Khwaja Moinuddin Chisti dargah in Ajmer for showing courage in opposing the visit by Pakistan Prime Minister Pervez Ashraf to the shrine on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X