આકાશ અંબાણી અને શ્લોકાની મહેંદી સેરેમની, પ્રિયંકાએ શેર કર્યો ફોટો
ભારતના જ નહિ પરંતુ એશિયાના અમીરોની યાદીમા શામેલ બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની તેની ફિયાન્સ શ્લોકા મહેતા સાથે પ્રી એન્ગેજમેન્ટ મહેંદી સેરેમની બુધવારે થઈ છે.
ભારતના જ નહિ પરંતુ એશિયાના અમીરોની યાદીમા શામેલ બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની તેની ફિયાન્સ શ્લોકા મહેતા સાથે પ્રી એન્ગેજમેન્ટ મહેંદી સેરેમની બુધવારે થઈ છે. બંનેની સગાઈનું ગ્રાન્ડ ફંક્શન 30 જૂને થવાનું છે. આ સેરેમનીની તસવીરો ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે કે જે હાલમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ગ્રાન્ડ ફંક્શનમાં પ્રિયંકા પોતાના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે પહોંચી હતી.

આકાશ અને શ્લોકાની મહેંદી સેરેમની
વાયરલ તસવીરોથી સ્પષ્ટ થઈ ગયુ છે કે મહેંદીની રાતે શ્લોકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે નેવી બ્લૂ રંગનો લહેંગો પહેર્યો હતો જ્યારે તેના થનારા પતિ એટલે કે આકાશ સફેદ રંગના કૂર્તામાં એકદમ સિમ્પલ લુકમાં ખૂબ ડેશિંગ લાગી રહ્યા હતા.
|
આકાશ અને શ્લોકાને અભિનંદન...
સેરેમનીની તસવીરો શેર કરતી વખતે પ્રિયંકા ચોપડાએ લખ્યુ કે, "આકાશ અને શ્લોકાને ખૂબ અભિનંદન! સેરેમની ખૂબ સારી રહી. ‘મહેંદી હે રચનેવાલી...' બંનેને પ્રેમ. પ્રી પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી."

24 માર્ચે ગોવામાં થઈ હતી પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની
ઉલ્લેખનીય છે કે આ પહેલા 24 માર્ચે ગોવામાં બંનેની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. જેમાં બંનેના પરિવારના ઘણા નજીકના લોકો શામેલ થયા હતા. ત્યારબાદ મુંબઈમાં અંબાણીના ઘરે એક ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં રમત, ફિલ્મ, બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓ શામેલ થઈ હતી. જો કે સમાચાર છે કે આ વર્ષના અંત સુધીમાં આકાશ અંબાણી જાણીતા હિરા વ્યાપારી રસેલ મહેતાની નાની દીકરી શ્લોકા સાથે વિવાહના બંધનમાં બંધાઈ જશે. બંનેના લગ્ન મુંબઈમાં જ થશે.

કોણ છે શ્લોકા મહેતા?
તમને જણાવી દઈએ કે રસેલ મહેતા દેશની મોટી હીરા કંપનીઓમાંની એક રોઝી બ્લ્યુ ઈન્ડિયાના પ્રબંધ નિર્દેશક છે. શ્લોકા હીરા વ્યાપારી રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. શ્લોકા કનેક્ટ ફોર સંસ્થાની સહ સ્થાપક પણ છે કે જે બિન સરકારી સંસ્થાઓને મદ કરે છે. રસેલ મહેતાનો પરિવાર દક્ષિણ મુંબઈમા રહે છે અને અંબાણી પરિવારના ખૂબ નજીક છે.

બાળપણના સાથી આકાશ અને શ્લોકા
શ્લોકાએ 2004 થી 2009 દરમિયાન ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એવું કહેવામાં આવે છે કે આકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં જ થઈ હતી. બંને એકબીજાને ખૂબ સારી રીતે જાણે છે. સ્કૂલના અભ્યાસ બાદ શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યુ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
