ઓવૈસીને ઝટકો, ન્યાયિક હિરાસત વધારતી કોર્ટ

owaisi
હૈદરાબાદ, 22 જાન્યુઆરી: આન્ધ્રપ્રદેશની એક કોર્ટે મંગળવારે મજલિએ-એ-ઇત્તેહાદૂલ મુસ્લિમીનના નેતા અકબરુદ્દીન ઓવૈસીની ન્યાયિક હિરાસત પાંચ ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે. ઓવૈસીની ભડકાઉ ભાષણ કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

ઓવૈસીને 14 દિવસની ન્યાયિક તપાસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, મંગળવારે આ અવધિ પૂરી થઇ જતા તેમને લગભગ 200 કિલોમીટર દૂર નિર્મલમાં મુંસિફ મજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

કોર્ટે ઓવૈસીની અન્ય બે સપ્તાહ માટે તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. ત્યાર બાદ ઓવૈસીને નિર્મલથી 90 કિલોમીટર દૂર આદિલાબાદ શહેરની જિલ્લા જેલમાં મોકલી દેવાયા છે.

ઓવૈસીને ગયા મહીને નિર્મલમાં એક સામાન્ય સભા દરમિયાન હિન્દુ વિરોધી ભડકાઉ ભાષણ કરવા બદલ પોલીસે 8 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. જોકે તેમની ધરપકડની પ્રક્રિયા ખુબ જ નાટકીય રહી હતી.

હૈદરાબાદના ચંદ્રયાનગુટ્ટા મત વિસ્તારમાંથી વિધાયક ઓવૈસી પર રાજદ્રોહ, દેશની સામે યુદ્ધ છેડવા તેમજ આપરાધિક ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X