અખિલેશ યાદવ અને માયાવતી ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે, કોંગ્રેસે આમંત્રણ મોકલ્યુ

દિલ્હીમાં રાજનીતિ ગરમાવાના એંધાણ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર કોંગ્રેસે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના નેતાઓને ભારત જોડો યાત્રા માટે આમંત્રણ મોકલ્યા છે.

નવી દિલ્હી : રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્ત પ્રદેશમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રિય લોકદળ સહિતના સ્થાનિક પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે.

Bharat Jodo Yatra

ભારત જોડો યાત્રા 9 રાજ્યોનો પ્રવાસ પુર્ણ કરી ચુકી છે અને હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે યુપીના સ્થાનિક નેતાઓને પણ આમંત્રણ મોકલ્યુ છે. હવે દિલ્હીમાં રાજનીતિ ગરમાવાના એંધાણ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર કોંગ્રેસે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના નેતાઓને આમંત્રણ મોકલ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે રાષ્ટ્રિય રાજનીતિમાં ઉત્તર પ્રદેશ મહત્વનું રાજ્ય મનાય છે. અહીં રાહુલ ગાંધી અને કોંગ્રેસના મંચ પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓની હાજરી મોટા સંકેતો આપી શકે છે. 80 લોકસભા સીટો ધરાવતા ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૌધરી યાત્રામાં જોડાઈ શકે છે. આ તમામ લોકોની હાજરી બાદ રાહુલ ગાંધી વિપક્ષી એકતાનો દાવો કરી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ છે અને હાલ દિલ્હી પહોંચી છે અને ઉત્તરપ્રદેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ અને બિન-હિન્દીભાષી રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પદયાત્રાઓ પણ કરી ચુક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X