For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ યાદવ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા જવા રવાના

|
Google Oneindia Gujarati News

Akhilesh yadav
લખનઉ, 24 એપ્રિલ: અમેરિકા જવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ લખનઉથી મંગળવારે દિલ્હી આવ્યા, અત્રેથી બુધવારે સવારે તેઓ મંત્રીઓ અને અધિકારીઓના એક પ્રતિનિધિમંડળની સાથે અમેરિકા જવા માટે રવાના થઇ ગયા. તેઓ 29 એપ્રિલના રોજ પરત ફરશે.

અમેરિકા જનારા પ્રતિનિધિમંડળમાં મુખ્યમંત્રીની સાથે નગર વિકાસ મંત્રી તેમજ કુંભ મેળાના પ્રભારી આઝમ ખાન, વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી અભિષેક મિશ્ર, રાજ્ય યોજના પંચના ઉપાધ્યક્ષ એન. સી. વાજપેઇ, મુખ્ય સચિવ જાવેદ ઉસ્માની સહિત ઘણા અધિકારીઓનો સમાવેશ થાય છે.

મહાકુંભ મેળાનું આયોજન 14 જાન્યુઆરીથી 10 માર્ચ સુધી કરવામાં આવ્યું હતું. 55 દિવસ ચાલેલા મહાકૂંભ મેળાના આયોજનને સમજવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીએ મુખ્યમંત્રી અખિલેશ અને નગર વિકાસમંત્રીને આમંત્રિત કર્યા હતા. હાર્વર્ડ યુનિવર્સિટીની એક ટીમ પણ મહાકૂંભ મેળામાં સંશોધન માટે આવી હતી. મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ પણ અમેરિકાના પ્રવાસે ગયા છે.

માટે તેમની ગેરહાજરીમાં કૃષિ ઉત્પાદન કમિશ્નર આલોક રંજન રાજ્યના મુખ્ય સચિવનું કાર્યભાર સંભાળશે, જ્યારે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં સરકારી કામકાજની જવાબદારી કેબિનેટમંત્રી શિવપાલ યાદવ પર રહેશે.

English summary
Akhilesh Yadav Departure for America with delegations from New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X