નરેન્દ્ર મોદીને ‘ફૉલો’ કરી રહ્યાં છે અખિલેશ યાદવ

લખનઉ, 20 ડિસેમ્બરઃ જ્યારથી નરેન્દ્ર મોદી ટ્વીટર પર નંબર વન ભારતીય નેતા બન્યા, ફેસબુક પર તેમના ફેન્સની સંખ્યા કરોડોમાં પહોંચી ગઇ, ત્યારથી દરેક રાજકીય દળ વિચારમાં પડી ગયા છે કે, આ મામલે મોદીને બીટ કરવા માટે શું કરવામાં આવે. આજે સમયાંતરે એક દિગ્ગજ નેતા ટ્વીટ્સની દુનિયામાં ડગ મુકી રહ્યાં છે. આ વહેતી ગંગામાં હવે અખિલેશ યાદવે પણ હાથ ધોવાનો નિર્ણય કર્યો છે. જી હાં, અખિલેશ યાદવ પણ હવે મોદીના માર્ગે ચાલી રહ્યાં છે. તેઓ તેમની સમાજવાદી પાર્ટીને પણ સોશિયલ મીડિયા પર સક્રીય બનાવવા જઇ રહ્યાં છે.

akhilesh-yadav
આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી સોશિયલ મીડિયાની મદદ લેશે. આ બધુ કરવામાં આવશે, શહેરની બેઠકો માટે. સપાનું સર્જન થયું ત્યારથી રાજ્યના શહેરી ક્ષેત્રોમાં લોકસભા બેઠકો પર તે જીતથી વંચીત રહી છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવના નજીકના યુવા નેતાઓની ટીમને સોશિયલ મીડિયામાં પાર્ટી અને સરકારની નીતિઓના પ્રચાર-પ્રસાર થકી શહેરી ક્ષેત્રોના લોકોને, ખાસ કરીને યુવાઓને જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ગાજિયાબાદ,મેરઠ, આગરા, કાનપુર, લખનઉ, ગોરખપુર, વારાણસી, નોએડા, બરેલી અને ઝાંસી જેવી શહેરી લોકસભા બેઠકો પર જીત નોંધાવવાના સપાના મંસૂબા હજુ સુધી પૂરા થયા નથી. જેથી સપાએ આ વખતે પોતાની રણનીતિનું મોદીફિકેશન કર્યું છે, એટલે કે તે સોશિયલ મીડિયાના ઉપયોગ થકી આ શહેરી બેઠકોને કબજે કરવાનો પ્રયાસ કરશે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતા અનુસાર શહેરી ક્ષેત્રોના યુવાનો સોશિયલ મીડિયાની ચર્ચામાં પ્રભાવિત થાય છે. તે સામાન્ય લોકોની રાય બનાવવાનું પણ કામ કરે છે. તેવામાં સોશિયલ મીડિયા થકી પાર્ટીની નીતિઓ અને અખિલેશ સરકારની ઉપલબ્ધીઓને પ્રચારિત કરી યુવાઓને પાર્ટી સાથે જોડી શકાય છે. પાર્ટીનું પગલું નિર્ણય બદલવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

સપા નેતૃત્વએ અખિલેશની નજીકના અડધો ડઝન રાજ્યમંત્રીઓની ટીમને જવાબદારી સોંપી છે કે તે સપા સરકારની ઉપલબ્ધીઓ અને પાર્ટીની નીતિઓને સોશિયલ મીડિયા થકી પ્રચારિત કરે. સાતે જ આ યુક્તિને પ્રભાવી અને વ્યાપક પ્રયોગ માટે તે પાર્ટીના યુવા પ્રકોષ્ઠના પદાધિકારીઓનો સહયોગ લે.

સપાના યુવા પ્રકોષ્ઠ સમાજવાદી છાત્રસભાના પ્રદેશ અધ્યક્ષ અતુલ પ્રધાન અનુસાર અમે વિશ્વવિદ્યાલયો અને મહા વિદ્યાલયોમાં આવતા નવા છાત્રો વચ્ચે સંપર્ક કરી સદસ્યતા અભિયાન ચલાવવા અને સોશિયલ મીડિયા થકી યુવાઓને સપા સરકારની ઉપલબ્ધીઓથી પરિચિત કરાવવા અને તેને પાર્ટીની નીતિઓ પહોંચાડવાના નિર્દેશ મળ્યા છે.

સપાના પ્રદેશ પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, આજના યુવા વર્ગ મુખ્યમંત્રી અખિલેશ યાદવના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલીથી પ્રભાવિત છે. પોતાના યુવા મુખ્યમંત્રીની ઉપલબ્ધીઓ થકી સપા શહેરોમાં વધુમાં વધુ યુવાઓને પાર્ટી સાથે જોડવા ઇચ્છે છે. પાર્ટીના એક યુવા નેતાએ કહ્યું કે, સપા સરકાર તરફથી છાત્રોને આપવામાં આવેલા લેપટોપ પણ આ દિશામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. જે યુવકોને લેપટોપ મળ્યા છે, તેમાંના મોટાભાગના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X