16 મહિનામાં ત્રીજીવાર કેબિનેટમાં વિસ્તાર, રાજાભૈયાને કોઇ સ્થાન નહીં

વર્તમાનમાં યુપી મંત્રીમંડળમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપરાંત સરકારમાં 17 કેબિનેટ, પાંચ સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી અને 33 રાજ્યમંત્રી છે. માટે ચાર મંત્રિઓની જગ્યા હજી ખાલી છે. રાજભવનમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાની શપથ લેવડાવવામાં આવી.
અખિલેશ મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રિઓમાં વિધાયક નારદ રાય, કૈલાશ યાદવ અને રામમૂર્તિ વર્મા અને ગાયત્રી પ્રસાદનો સમાવેશ થાય છે. રામમૂર્તિ વર્મા હાલમાં રાજ્યમંત્રી છે. અમેઠી સાથે જોડાયેલા રાજ્યમંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપ્રતિને રાજ્યપાલ બીએન જોશીએ પણ મંત્રીપદની શપથ અપાવી. નારદ રાય બલિયા નગરની બેઠકથી સપાના વિધાયક છે.
જ્યાં બે મંત્રીઓને કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે જેમને પ્રમોશન આપવામાં આવ્યું છે. શાહજહાંપુરની દદરૌલ બેઠકના વિધાયક અને રાજ્યમંત્રી રામમૂર્તિ સિંહ વર્મા 1989માં મુલાયમ સિંહ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને તે ત્રણવાર લોકસભા માટે પણ ચૂંટાઇ ચૂક્યા છે. તેમણે પણ મંત્રીપદ માટેના શપથ લીધા.
અલિખેશ સરકાર દ્વારા કરવામાં આવેલા આ મંત્રિમંડળના વિસ્તારમાં કેટલાંક લોકોને નિરાશા પણ હાથ લાગી. દેવરીયાની પથરદેવા બેઠકથી વિધાનસભામાં પહોંચેલા શાકિર અલીનું નામ પણ મંત્રીપદના સંભવિતોમાં હતું. તેઓ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. પરંતુ મંત્રિમંડળના વિસ્તારમાં તેમને તક મળી નહીં. તેમજ બાહુબલી નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાને પણ મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા.












Click it and Unblock the Notifications
