અખિલેશ યાદવને મળશે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાદ પ્રાશાસનિક અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર સંબંધિત કેન્દ્ર સરકારના બિલને રાજ્યસભામાં નામંજૂર કરવાની કવાયતમાં જોડાવા માટે વિપક્ષના નેતાઓનું સમર્થન લેવા મુલાકાતો કરી રહ્યા છે. આ અનુક્રમે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બુધવારના રોજ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને મળશે.
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી કેજરીવાલ અખિલેશ યાદવને મળવા માટે બપોરે 3 કલાકે સપાના રાજ્ય કાર્યાલય પહોંચશે. આ પછી અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ સાંજે 4 કલાકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

અરવિંદ કેજરીવાલ સાથે આ નેતાઓ રહેશે હાજર - મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઉત્તર પ્રદેશના પ્રભારી સંજય સિંહ, દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી મારલેના સિંહ અને રાજ્યસભા સભ્ય રાઘવ ચઢ્ઢા પણ હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં તમામ નેતાઓ બપોરે 2.30 કલાકે એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ સીધા એસપી ઓફિસ પહોંચશે અને સપા પ્રમુખ અખિલેશ યાદવને મળશે.
આ પછી બંને નેતાઓ સંયુક્ત રીતે મીડિયાનો સામનો કરશે. આ બેઠક દ્વારા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ પર કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ સામે સમર્થન એકત્ર કરવાનો પ્રયાસ કરશે.
અત્રે નોંધનીય બાબત છે કે, કેન્દ્ર સરકારે 19 મેના રોજ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેને કેજરીવાલ સરકારે નિયંત્રણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લાગુ કર્યો હતો.
જે બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ વટહુકમ વિરુદ્ધ સમર્થન મેળવવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે, જેથી કરીને સંસદમાં બિલ લાવવામાં આવે, ત્યારે મોદી સરકારની તેને બદલવાની કોશિશ નિષ્ફળ જાય.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ AAP નેતા કેજરીવાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર આ સંદર્ભે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અનેક નેતાઓને મળ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારના રોજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળશે. ચર્ચા છે કે, સપા વડા કેન્દ્રના વટહુકમ સામે AAPને પોતાનું સમર્થન આપી શકે છે.












Click it and Unblock the Notifications
