દુનિયામાં વધતા કોરોનાના કેસ વચ્ચે ભારતમાં એલર્ટ, તમામ કેસમાં જીનોમ સિક્વન્સિંગ કરાશે
ભારત સરકારે તમામ રાજ્યોને એલર્ટ જારી કરીને સામે આવતા તમામ કોરોના પોઝિટીવ કેસના જીનોમ સિક્વન્સિંગ કરાવવા કહ્યું છે.
નવી દિલ્હી : ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે ત્યારે હવે ભારત સરકાર પણ એક્શનમાં આવી છે. ચીનમાં કોરોનાને કારણે મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે હવે ભારત સરકારે એલર્ટ જાહેર કર્યુ છે અને તમામ કેસનું જીનોમ સિક્વન્સિંગ કરવાની જાહેરાત કરાઈ છે. અહીં તમને જણાવી દઈએ કે જાપાન, અમેરિકા, કોરિયા, બ્રાઝિલ અને ચીનમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે.

કોરોનાને લઈને હવે ભારત સરકાર એલર્ટ છે. આજે કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કરતા વિનંતી કહી કે, સામે આવતા કેસનું જીનોમ સિક્વન્સીંગ કરાવામાં આવે. તેમને આદેશમાં જણાવ્યું કે, INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબ્સમાં મોકલવામાં આવે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નક્કી કરાઈ છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ આદેશ જારી કર્યો છે અને તમામ કોરોના કેસોની જીનોમ સિક્વન્સિંગ કરાવવા કહ્યું છે. ચીન, બ્રાઝિલ, કોરિયા, અમેરિકા અને જાપાન જેવા વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના ઝડપથી વધી રહેલા પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને ભારતે આ આદેશ જારી કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, જીનોમ સિક્વન્સિંગથી કોરોનાના વેરિઅન્ટની ઓળખ થાય છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને ખાતરી કરવા જણાવ્યું છે કે દરરોજ આવતા કોરોના પોઝિટિવ કેસના સેમ્પલ નિયુક્ત INSACOG જેનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. આ સાથે તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી તમામ મદદની ખાતરી પણ આપી છે.












Click it and Unblock the Notifications
