For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરાડી હાઉસમાં હવે અલી બ્રધર્સ રહે છે, દાવો - રાત્રે ભટકે છે આત્માઓ

દિલ્હીના બુરાડી સ્થિત એક ઘરમાં ગયા વર્ષે એક જ પરિવારના 11 લોકોની કથિત રીતે આત્મહત્યાના કેસએ દેશ અને વિદેશ સુધી લોકોને કંપાવી દીધા હતા.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના બુરાડી સ્થિત એક ઘરમાં ગયા વર્ષે એક જ પરિવારના 11 લોકોની કથિત રીતે આત્મહત્યાના કેસ દેશ અને વિદેશ સુધી લોકોને કંપાવી દીધા હતા. આ દુર્ઘટના પછી ફક્ત ચુડાવત પરિવારનો એક જ સભ્ય જીવિત રહ્યો હતો. આ ઘર વિશે વિવિધ પ્રકારની કહાનીઓ શરૂ થઈ ગઈ હતી. ઘણાં મહિના સુધી આ ઘર ખાલી હતું. આ પછી, ચુડાવત પરિવારના નજીકના બે ભાઈઓ અહમદ અને અફસરે અહીં રહેવાનું શરુ કર્યું. અલી અહમદ અને અફસર આ મકાનમાં લગભગ નવ મહિનાથી રહે છે અને તેમને આ ઘર વિશે ઘણાં દાવા કર્યા છે.

11 ના મૃત્યુ પછી, ઘરને કહેવામાં આવ્યું ભૂતબંગલો

11 ના મૃત્યુ પછી, ઘરને કહેવામાં આવ્યું ભૂતબંગલો

હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર, ગયા વર્ષે 1 જુલાઈએ, આ જ પરિવારના 11 લોકોએ આ ઘરમાં આત્મહત્યા કરી હતી. આ મોતો જે રીતે થઇ અને અને જેટલા પ્રકારની કહાનીઓ સંભળાવામાં આવી, તે પછી આ ઘરને લઈને પાડોસીઓના મનમાં દર બેસી ગયો. પાડોશીઓ અને સંબંધીઓએ આ ઘરને ભૂતબંગલો નામ આપ્યું હતું. ઘરના તમામ સભ્યોના અવસાન પછી, પરિવારના એકમાત્ર સભ્ય દિનેશ ચુડાવતને આ ઘર ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. દિનેશ બે રાત સુધી રહ્યા અને પછી તે ઘર છોડી દીધું.

ઓક્ટોબરમાં અહીં રહેવા આવ્યા અલી બ્રદર્સ

ઓક્ટોબરમાં અહીં રહેવા આવ્યા અલી બ્રદર્સ

ઘર લગભગ સાડા ત્રણ મહિના બંધ રહ્યું હતું. આ પછી ઓક્ટોબરમાં, ચુડાવત પરિવારના જૂના મિત્રો અહમદ અને અફસર અલી અહીં રહેવા આવ્યા. આ બે ભાઈઓને આસપાસના ઘણા લોકોએ ઘરની હોરર કહાનીઓ કહી હોવા છતાં પણ એહમદ અલી અને તેના ભાઈ અફસર અલીએ ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ ભાઈઓ કહે છે કે પરિવારના લોકોના અવસાન પછી ઘર ન છોડાય, આ બતાવવા માટે જ રહે છે.

'આત્માઓ આજે પણ ભટકી રહી છે'

'આત્માઓ આજે પણ ભટકી રહી છે'

અલી બ્રધર્સએ જણાવ્યું કે શરૂઆતમાં, અમે તે જ રૂમમાં રહ્યા હતા અને સૂઈ ગયા હતા જ્યાંથી 11 મૃતદેહો મળી આવ્યા હતા. સફસર તો કઈ જ નથી કહેતા પરંતુ અહમદ માને છે કે આત્માઓ ઘર પર આવે છે. અહમદ કહે છે કે રાતે આ ઘરમાં કંઇક અલગ જરૂર થાય છે. જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઇમાં બુરાડીના આ ઘરમાંથી 11 લોકોના મૃતદેહો મળ્યા હતા. આ 11 લોકોમાં, 7 સ્ત્રીઓ અને 4 પુરુષો હતા. મૃતદેહો જે રીતે મળી આવ્યા હતા, તે પછી માનવામાં આવ્યું હતું કે કોઈ તંત્રમંત્રમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

English summary
Ali Brothers live in Burari House, believes that Spirits do emerge at midnight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X