For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AN-32 એરક્રાફ્ટ દુર્ઘટનામાં વાયુસેનાના આ 13 જવાન અને ઑફિસર શહીદ થયા

AN-32 એરક્રાફ્ટ દુર્ઘટનામાં વાયુસેનાના આ 13 જવાન અને ઑફિસર શહીદ થયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયેલ વાયુસેનાના વિમાન એએન-32માં સવાર તમામ 13 જવાનો અને ઑફિસરના મોત થયાં છે. એએનઆઈ મુજબ કાટમાળ સુધી પહોંચેલ બચાવ દળે આ અંગે પુષ્ટિ કરી છે. આ દુઃખદ ઘટનામાં મરેલ તમામ લોકોના પરિવારને તેની સૂચના આપી દેવામાં આવી છે. તમામ 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એરફોર્સ તરફથી આ ઘટનામાં મૃત્યુ પામનાર તમામ 13 લોકોની તસવીરો જાહેર કરી છે.

આ વીર જવાનોએ જીવ ગુમાવ્યો

આ વીર જવાનોએ જીવ ગુમાવ્યો

અગાઉ પણ 15 સભ્યોની બચાવ દળ ગુરુવારે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચ્યો હતો. કાટમાળની તપાસમાં ચાલક દળના કોઈપણ સભ્યો જીવતા નથી મળ્યા. મૃત્યુ પામેલ તમામ લોકોના મૃતદેહને હેલિકોપ્ટરથી લાવવામાં આવ્યા છે. સાથે જ બચાવ ટીમે ક્રેશ વિમાનના બ્લેક વૉક્સને પણ મેળવી લીધું છે. એરફોર્સે મૃતક લોકોના નામ અને તસવીરો જાહેર છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વાળાઓમાં વિંગ કમાન્ડર જીએમ ચાર્લ્સ, સ્ક્વાડ્રન લીડર એચ વિનોદ, ફ્લાઈટ લેફ્ટિનેન્ટ આર થાપા, ફ્લાઈટ લેફ્ટિનેંટ એ તંવર, ફ્લાઈટ લેફ્ટિનેંટ એસ મોહંતી અને ફ્લાઈટ લેફ્ટિનેંટ એમકે ગર્ગ સામેલ છે.

બચાવ દળને હેલીડ્રૉપ કરવામાં આવ્યું હતું

આ ઉપરાંત આ વિમાનમાં વોરંટ અધિકારી કેકે મિશ્રા, સાર્જન્ટ અનૂપ કુમાર, કૉર્પોરલ શેરિન, લીડ એરક્રાફ્ટ મેન એસકે સિંહ, લીડ એરક્રાફ્ટ મેન પંકજ, બિન-લડાકૂ કર્મચારી પુતલી અને બિન લડાકૂ કર્મચારી રાજેશ કુમાર સવાર હતા. તમામ મૃતકોના પરિજનોને આ અંગે માહિતી આપી દેવામાં આવી છે. ગુરુવારે બચાવ દળને પહેલા એરલિફ્ટ કરી કાટમાળ પાસે લઈ જવામાં આવ્યા અને બાદમાં તેમને હેલીડ્રૉપ કરવાાં આવ્યા હતા.

ક્રેશમાં કોઈ ન બચ્યું

ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યું હતુ્ં કે, "IAFને જણાવતા દુઃખ થી રહ્યું છે કે એએન-32ની દુર્ઘટનામાં કોઈપણ જીવીત નથી બચ્યું. વાયુસેના, દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. અને મૃતકોના પરિવાર સાથે ઉભી છે. તેમની આત્માને શાંતિ મળે." જણાવી દઈએ કે વાયુસેનાએ તપાસ અભિયાન દરમિયાન મંગળવારે 3 જૂનથી લાપતા એએન-32નો કાટમાળ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના જંગલમાંથી મળવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે બાદ બુધવારે બે હેલિકોપ્ટર દ્વારા 15 જવાનો અને પર્વતારોહીની ટીમને દુર્ઘટનાવાળી જગ્યા પાસે ઉતારી હતી. ટીમે 12 હજાર ફીટની ઉંચાઈ પર જંગલમાં પડેલ કાટમાળ અને તેમાં સવાર લોકોની તલાશ કરી. ત્રણેય સેનાઓની મદદથી આઠ દિવસ સુધી મોટા પાયે તપાસ અભિયાન ચલાવ્યું હતું.

સાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'સાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'

English summary
all 13 soldier and officers are dead in an-32 crash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X