For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્લોબલ વોર્મિંગને લઈને તમામ દેશ એક થાય, આને જનભાગીદારી અભિયાન બનાવો: PM Modi

વડાપ્રધાન મોદી 3 દિવસની રોમ યાત્રા પૂર્ણ કરીને COP26 સમિટમાં સામેલ થવા ગ્લાસ્ગો પહોંચ્યા છે. તેઓએ દુનિયા સમક્ષ જળવાયુ પરિવર્તનને લઈને ભારતનો એજન્ડા સામે રાખ્યો. કોપ 26માં એક્શન એન્ડ સોલિડેરિટીઃ ધ ક્રિટિકલ ડિકેડ સેગમેન્ટમ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન મોદી 3 દિવસની રોમ યાત્રા પૂર્ણ કરીને COP26 સમિટમાં સામેલ થવા ગ્લાસ્ગો પહોંચ્યા છે. તેઓએ દુનિયા સમક્ષ જળવાયુ પરિવર્તનને લઈને ભારતનો એજન્ડા સામે રાખ્યો. કોપ 26માં એક્શન એન્ડ સોલિડેરિટીઃ ધ ક્રિટિકલ ડિકેડ સેગમેન્ટમાં ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતમાં જળથી નળ પરિયોજનામાં લોકોને લાભ મળ્યો. ભારતમાં સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા લોકોના જીવનમાં સુધારો આવ્યો. ગ્લોબલ વોર્મિંગ પર નાના દેશોને મદદની જરૂરિયાત છે. વરસાદ, પૂર અને વાવાઝોડાથી ખેતરો નાશ થઈ રહ્યાં છે.

PM Modi

પછાત દેશોને વૈશ્વિક મદદની જરૂરિયાત છે. તે માટે વિકસિત દેશોને આગળ આવવું જરૂરી છે. દુનિયાએ હવે એડોપ્ટેશન પર ધ્યાન આપવાની જરૂર છે. જરૂરી છે કે ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તમામ દેશો એકસાથે આવે અને આ ટોપિકને જનભાગીદારી અભિયાન બનાવે.

અમેરિકા દુનિયાની સામે ઉદાહરણ રજૂ કરશેઃ બાઇડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ સમિટમાં પોતાની વાત રાખી. બાઇડેને કહ્યું- અમારામાં રોકાણ કરવા અને એક સ્વચ્છ હવામાનવાળા ભવિષ્યના નિર્માણ કરવાની ક્ષમતા છે. આ પ્રક્રિયાથી દુનિયાભરમાં લાખો રોજગારીની તક ઊભી થશે. તેનાથી આપણાં બાળકો માટે સ્વચ્છ હવા, આપણાં ગ્રહ માટે સ્વસ્થ વન અને યોગ્ય વાતાવરણ તૈયાર થશે.
અમે દેખાડીશું કે અમેરિકા દુનિયાની સામે ઉદાહરણ રજૂ કરશે અને શક્તિથી નેતૃત્વ કરશે. અમારું પ્રશાસન જળવાયુ પ્રતિબદ્ધતાઓને શબ્દોમાં નહીં પરંતુ કાર્યોથી પૂરાં કરવા માટે સતત કામ કરી રહ્યાં છીએ.
સમિટ પહેલાં જોનસનને મળ્યા મોદી
COP26 વર્લ્ડ લીડર્સ સમિટ અંતર્ગત વડાપ્રધાન મોદીએ બ્રિટનના PM બોરિસ જોનસન સાથે મુલાકાત કરી. મોદીએ સમિટના સફળ આયોજન માટે જોનસનને અભિનંદન આપ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ જળવાયુ પરિવર્તન અને સાનુકુળ વાતાવરણ માટે જોનસનના વૈશ્વિક અભિગમની પ્રશંસા કરી.
તેઓએ ISA અને CDRI અંતર્ગત સંયુક્ત મુદ્દાઓ સહિત ક્લાઈમેટ ફાયનાન્સ, ટેક્નોલોજી અને ગ્રીન હાઈડ્રોજન તેમજ સ્વચ્છ પ્રોદ્યોગિકરણ પર બ્રિટનની સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. આ સાથે જ બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાને 2030ના રોડમેપની સમીક્ષા કરી. તેઓએ વેપાર અને અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રોમાં પ્રાથમિક કાર્યો અંગેની સમીક્ષા કરી.

English summary
All countries unite on global warming: PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X