For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન 4: દિલ્લીમાં આ શરતો સાથે ખુલશે દુકાનો અને ચાલશે બસ-કેબ

દિલ્લી સરકારે પણ લૉકડાઉન 4 માટે ગાઈડલાઈન્સ જારી કરી છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉન 4માં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અમુક છૂટ આપી છે. કેન્દ્રની ગાઈડલાઈન્સ બાદ દરેક રાજ્ય પોતાના રાજ્યો માટે નવી ગાઈડલાઈન્સ જારી કરી રહ્યુ છે. દિલ્લી સરકારે પણ લૉકડાઉન 4 માટે ગાઈડલાઈન્સ જારી કરી છે. નવી ગાઈડલાઈન્સમાં ઘણી છૂટ દિલ્લીવાળાઓને મળી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉન 4માં જરૂરી સામાનોની દુકાનોને પહેલાની જેમ છૂટ આપી છે. વળી, ઑડ-ઈવન ફ઼ૉર્મ્યુલા પર શોપિંગ કૉમ્પ્લેક્સ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

Arvind Kejriwal

વળી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખોલવામાં આવશે પરંતુ દર્શકોને મંજૂરી નહિ હોય. વળી, દિલ્લીમાં કેબ, બસો, ઈ રિક્ષા વગેરે શરતો મુજબ ચાલશે. જ્યારે મેટ્રો, થિયેટર, ધાર્મિક સ્થળ, પાર્લર, શિક્ષણ સંસ્થાઓ વગેરે દિલ્લીમાં બંધ રહેશે. વળી, રેસ્ટોરાંથી હોમ ડિલીવરીની સુવિધા હશે. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે પહેલા પણ કહ્યુ હતુ કે આપણે કોરોના સાથે જીવવાની આદત શીખી લેવી જોઈએ. તેમણે લૉકડાઉન 4ની ગાઈડલાઈન્સ જારી કરીને કહ્યુ કે આપણે આપણી અર્થવ્યવસ્થાને ધીમે ધીમે ખોલવાની દિશામાં આગળ વધવાનુ છે.

મુખ્યમંત્રીએ લૉકડાઉનમાં ઢીલ આપીને કાલથી દિલ્લીમાં બધી સરકારી અને બધા પ્રાઈવેટ ઓફિસને પૂરી ક્ષમતા સાથે ખોલવાના નિર્દેશ આપ્યા પરંતુ કહ્યુ કે પ્રાઈવેટ ઓફિસ કોશિશ કરે કે બની શકે તેટલુ ઘરેથી કામ કરવામાં આવે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં સાંજે 7 વાગ્યાથી લઈને જરૂરી સેવાઓને છોડીને બિનજરૂરી કામો માટે બહાર આવવાની મંજૂરી નહિ હોય. વળી, 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓઅને બિમાર લોકોને ઘરેથી બહાર નીકળવાની મંજૂરી નહિ હોય.

સાઈકલ પર બોરીમાં દિવ્યાંગ દીકરીને લઈને નીકળ્યો મજૂર પરિવાર, રડાવી દેશે ફોટાસાઈકલ પર બોરીમાં દિવ્યાંગ દીકરીને લઈને નીકળ્યો મજૂર પરિવાર, રડાવી દેશે ફોટા

English summary
All shops in shopping complexes to open on odd-even basis in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X