For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં કોંગ્રેસના 'કેપ્ટન' પર પોસ્ટર વૉર, સિદ્ધુ માફી માંગશે?

પંજાબમાં 'કેપ્ટન' પર પોસ્ટર વૉર, સિદ્ધુ માફી માંગશે?

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પોતાની પાકિસ્તાન યાત્રાના કારણે પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પર સતત સવાલો ઉઠી રહ્યા છે, કેપ્ટન અમરિંદર સિંહને લઈને આપેલ એમના નિવેદનને કારણે એમની પોતાની સરકારના મંત્રી જ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. પંજાબના કેબિનેટના ત્રણ મંત્રીઓએ તો તેમની પાસેથી રાજીનામું પણ માગ્યું છે. વિરોધી દળ જ્યાં આ મામલાને પૂરી રીતે ઉછાળવામાં લાગી ગયો છે, ત્યાં બીજી બાજુ હવે એમની પત્ની નવજોત કૌર પણ પોતાના પતિના બચાવમાં સામે આવી પરંતુ સિદ્ધુને લઈ મચેલ બબાલ થમવાનું નામ નથી લઈ રહ્યો.

પંજાબના કેપ્ટન અમારા કેપ્ટન

પંજાબના કેપ્ટન અમારા કેપ્ટન

લુધિયાણાથી કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂએ કહ્યું કે લુધિયાણાની તમામ ગલિઓના પોસ્ટર પરથી પાઠ આપવામાં આ્યો છે, જેના પર લખવામાં આવ્યું છે કે પંજાબના કેપ્ટન અમારા કેપ્ટન, એમણે કહ્યું કે આ પંજાબની જનતાનો અવાજ છે. પોતાના નિવેદન પર સિદ્ધુએ માફી માંગવી જોઈએ, જો તેમના માટે અમરિંદર સિંહ એમના પિતા સમાન હોય તો પિતાથી માફી માંગવામાં તેમને શું તકલીફ હોય શકે?

કેપ્ટન પર પોસ્ટર વૉર

જણાવી દઈએ કે રવિવારે નવજોત કૌર સિદ્ધુએ કહ્યું હતું કે સિદ્ધુએ હંમેશા કહ્યું કે કેપ્ટન એમના પિતા સમાન છે. અમે હંમેશા એ સ્પષ્ટ કર્યું છે કે કેપ્ટન સાહબનું સન્માન સૌથી ઉપર છે. સિદ્ધુનું આખું નિવેદન જોવું જોઈએ, અધૂરું નહિ.

રાહુલ ગાંધી મારા કેપ્ટન છેઃ સિદ્ધુ

રાહુલ ગાંધી મારા કેપ્ટન છેઃ સિદ્ધુ

જણાવી દઈએ કે કરતારપુર કૉરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સિદ્ધુ હાજર થયા ત્યારથી આ બબાલ પેદા થયો, આ વિવાદ ત્યારે વધુ તેજ થયો જ્યારે હૈદરાબાદમાં સિદ્ધુથી સંવાદદાતાઓએ મુખ્યમંત્રીની મંજૂરી વિના પાકિસ્તાન જવા પૂછ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે રહુલ મારા કેપ્ટન છે, એમણે જ મને પાકિસ્તાન મોકલ્યો હતો, રાહુલ ગાંધી કેપ્ટન (અમરિંદર સિંહ)ના પણ કેપ્ટન છે. જેના પર પંજાબના મંત્રીઓએ કહ્યું કે જો સિદ્ધુ અમરિંદર સિંહને કેપ્ટન નથી સમજતા તો તેમણે મુખ્યમંત્રીની ટીમ છોડી દેવી જોઈએ.

તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યાંઃ સિદ્ધુ

તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યાંઃ સિદ્ધુ

જો કે બબાલ વધતા સિદ્ધુએ કહ્યું કે તથ્યોને તોડી-મરોડીને રજૂ કરતા પહેલા તમે તથ્યોને યોગ્ય કરી લો, મને રાહુલ ગાંધીએ પાકિસ્તાન જવાનું ક્યારેય નહોતું કહ્યું, હું ત્યાં મારા મિત્ર ઈમરાન ખાનના આમંત્રણ પર ગયો હતો આ વાત આખી દુનિયા જાણે છે કે એમના પોતાનાઓનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.

રાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, ‘પાક ઈચ્છે તો અમે તૈયાર'રાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, ‘પાક ઈચ્છે તો અમે તૈયાર'

English summary
All the streets in Ludhiana are filled with posters that say ‘Punjab’s captain is our captain’.Navjot Singh Sidhu should apologise. If he considers Chief Minister his father, why is he hesitating in apologizing,” Bittu told to news agency ANI in Ludhiana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X