For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર-રાજ્યની બેજવાબદારીના પગલે સર્જાઇ અલ્હાબાદ કરુણાંતિકા: ભાજપ

|
Google Oneindia Gujarati News

prakash javadekar
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીએ સોમવારે જણાવ્યું કે અલ્હાબાદ રેલવે સ્ટેશન પર રવિવારે મોડી સાંજે મચેલી ભાગદોડે કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી દીધી છે. ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું કે 'અમે મૃત પામેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ, અને ઇજાગ્રસ્તો ઝલદી સ્વસ્થ થઇ જાય તેના માટે પ્રાર્થના કરીએ છીએ. ફુટ ઓવર બ્રિજ નથી પડ્યો જેવા જવાબો આપીને બંસલ આ ઘટના માટે જવાબ આપવાથી બચી શકે નહી.'

તેમણે જણાવ્યું કે 'સ્ટેશન પર ભાગદોડ એટલા માટે થઇ કારણ કે ત્યા ખુબ જ અફરાતફરી હતી. તેને સારી રીતે સંભાળી શકાય તેમ હતું. આવી ઘટના દરેક ધાર્મિક આયોજનની વાર્તા બની ગઇ છે.'

અલ્હાબાદ કરુણાંતિકા, મૃતકોના પરિવારોનો આક્રંદ તસવીરોમાં અલ્હાબાદ કરુણાંતિકા, મૃતકોના પરિવારોનો આક્રંદ તસવીરોમાં

ભાજપા નેતા મુરલી મનોહર જોશીએ દાવો કર્યો ખે કુંભ મેળા અધિકારીઓ અને સ્થાનીય અધિકારીઓની પાસે ભીડને સંભાળવાની કોઇ યોજના ન્હોતી. જોશીએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે 'આશા હતી કે સરકાર અને અધિકારી આટલા મોટા આયોજનને સારી રીતે સંભાળશે. આ વખતે અલ્હાબાદમાં રેકોર્ડ બ્રેક ભીડ ઉમટી પડી હતી. આમ છતાં અધિકારીઓની પાસે ભીડને સંભાળવાની કોઇ યોજના ન્હોતી, અને તેમને એ પણ ન્હોતી ખબર કે આવી સ્થિતિને કેવી રીતે સંભાળીશું.'

જોકે રેલવે મંત્રી પવન કુમાર બંસલે એ વાતનું ખંડન કર્યુ હતું કે અલ્હાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર એક ફૂટ ઓવર બ્રિજની રેલિંગ તૂટવાના કારણે ભાગદોડ મચી હતી, પરંતુ તેમણે કહ્યું કે આ દુર્ઘટના વધુ પડતી ભીડ હોવાના કારણે ઘટી હતી. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં અત્યારસુધી 36 લોકોના મોત નિપજ્યાં છે.

English summary
The BJP on Monday said the stampede at Allahabad railway station on Sunday night exposed the failure of the central as well as the Uttar Pradesh government in managing large congregations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X