આલોક જોશી રૉના નવા વડા અને આસિફ ઇબ્રાહિમ IBના વડા બનશે

વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ (એસીસી)એ હરિયાણા કેડરના 1976ની બેચના આલોક જોશીના નામ પર મંજૂરીની મહોર મારી હતી. રૉ ભારતની એક્સટર્નલ ઇન્ટેલિજન્સ એજન્સી છે. હાલ તેના વડા સંજીવ ત્રિપાઠી છે. આ અગાઇ આલોક જોશી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કાર્યરત હતા અને હરિયાણા પોલીસ સાથે મળીને નેપાળ અને પાકિસ્તાનમાં ઓપરેશન્સ પાર પાડ્યા છે.
રૉના સર્વોચ્ચ પદ માટે 1977ની બેચના આઇપીએસ અધિકારી અમિતાભ માથુર પણ દાવેદાર હતા. તેમને એવિએશન રિસર્સ સેન્ટર (એઆરસી)માં મોકલવામાં આવ્યા છે.
જ્યારે મધ્ય પ્રદેશથી આવતા 1977ની કેડરના આઇપીએસ અધિકારી અને 59 વર્ષીય આસિફ ઇબ્રાહિમ પહેલી ડિસેમ્બરથી ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી અને આઇબી હેડ તરીકેની નવી જવાબદારી સંભાળશે. તેઓ આઇબીના વર્તમાન હેડ નેહચલ સંધુનું સ્થાન લેશે. સંઘુ 31 ડિસેમ્બરે નિવૃત્ત થાય છે. ઇબ્રાહિમ 1 જાન્યુઆરી, 2013થી બે વર્ષના કાર્યકાળ માટે આઇબીના વડા રહેશે.












Click it and Unblock the Notifications
