For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કડક સુરક્ષા વચ્ચે આજથી શરુ થઈ અમરનાથ યાત્રા

આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા માટે પ્રથમ બેચને 29 જૂને દિલ્લીના એલજી દ્વારા બેઝ કેમ્પથી રવાના કરવામાં આવી.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. અમરનાથ યાત્રા માટે પ્રથમ બેચને 29 જૂને દિલ્લીના એલજી દ્વારા બેઝ કેમ્પથી રવાના કરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બે વર્ષ બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. આ પહેલા કોરોનાને કારણે બે વર્ષ સુધી અમરનાથ યાત્રા થઈ શકી ન હતી. યાત્રાળુઓની સુરક્ષા માટે ભારે સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

amarnath

અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો આજે જોશ અને ઉત્સાહ સાથે રવાના થયો હતો. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે બે વર્ષ બાદ ફરી એકવાર આ યાત્રા શરૂ થઈ છે તેનાથી લોકો ખૂબ જ ખુશ છે. બાબાના ભક્તો છેલ્લા બે વર્ષથી આ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. પહેલગામમાં આજે યાત્રા શરૂ કરતા પહેલા ભક્તોએ 'બમ બમ ભોલે'ના નારા લગાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે બાબા ભોલેનાથની યાત્રા આજથી જ શરૂ થઈ ગઈ છે. બાબા અમરનાથને બાબા બર્ફાની તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં સ્વયં માતા પાર્વતી સાથે બિરાજમાન છે. અહીં જ બાબા ભોલેનાથે માતા પાર્વતીને અમરત્વનુ રહસ્ય કહ્યુ હતુ. અમરનાથના દર્શન કરનારા ભક્તોનુ માનવુ છે કે અહીં બાબા બર્ફાનીના દર્શન કરવાથી મનુષ્યના પાપ ભૂંસાઈ જાય છે.

English summary
Amarnath Yatra begins from today amid tight security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X