• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફરી ભારતની મદદે આવ્યું અમેરિકા, 100 વેંટિલેટર મોકલ્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકાએ ફરી સાબિત કરી દીધું કે તે ભારતનો સાચો મિત્ર છે. આર્થિક મદદ બાદ અમેરિકા હવે વેંટિલેટર મોકલીને ભારતની મદદ કરી રહ્યું છે. અમેરિકી સરકારે યૂએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ વેંટિલેટર સાથે મળી ભારતને અને ભારતીય રેડ ક્રોસ સોસાઈટીને 100 વેંટિલેટર્સ દાન આપ્યાં છે. આ બીજો અવસર છે જ્યારે અમેરિકાએ ભારત માટે વેંટિલેટર્સ મોકલ્યાં હોય.

અમેરિકી દૂતાવાસ તરફથી જાહેર કરાયેલા પ્રેસ રિલીઝ મુજબ અમેરિકા દ્વારા સોંપવામા ંઆેલા તમામ વેંટિલેટર અમેરિકામાં બન્યાં છે અને આ બધા ઉપયોગ કરવામાં સહેલા છે. અમેરિકાએ ઉચ્ચ ટેક્નોલોજી વાળા 100 નવા વેંટિલેટરનું બીજું કંસાઈનમેન્ટ ભારતને સોંપી દીધું છે. આ અવસર પર અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ભારતને વેંટિલેટર્સનું બીજું કંસાઈનમેન્ટ સોંપતાં અમે ભારતની મદદ કરવાની અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિબદ્ધતા પૂરી કરી છે.

યૂએસ દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝ મુજબ વેંટિલેટર ઉપરાંત USAID આ મશીનોને ચલાવવા માટે જરૂરી એડિશનલ ઉપકરણોની મદદ પણ આપી રહ્યું છે. આ વેંટિલેટર્સ USAID તરફથી વોરંટી અને ઓપરેટિવ સપ્લાઈ મશીન જેમાં ટ્યૂબ, ફિલ્ટ અને વધારાના કંપોનેન્ટ ભારતને સોંપ્યાં છે. આની સાથે જ તેમણે ભારતના સ્વાસ્થ્ય સુવિધાની ક્ષમતાને વધારવા માટે કેઓર્ડિનેટ કરી રહ્યું છે.

જણાવી દઈએ કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં ભારતને 200 વેંટિલેટર આપવાની ઘોષણા કરી હતી. તેમણે કોરોના મહામારી દરમિયાન ભારતની મદદનું આશ્વાસન આપ્યું છે અને કહ્યું કે તેઓ કોવિડ 19ની આ મહામારીના જમાનામાં અમેરિકા ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે. અમેરિકી સરકારે અગાઉ 14 જૂને વેંટિલેટરનું પહેલું કંસાઈનમેન્ટ મોકલ્યું હતું.

કરોડો યુવાનો માટે વરદાનરૂપ સાબિત થશે નેશનલ રિક્રુમેન્ટ એજન્સી: પીએમ મોદીકરોડો યુવાનો માટે વરદાનરૂપ સાબિત થશે નેશનલ રિક્રુમેન્ટ એજન્સી: પીએમ મોદી

English summary
america sent second consignment of 100 ventilators to india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X