મનાલીમાં અમેરિકન મહિલા સાથે ગેંગરેપ, આરોપી ફરાર
મનાલી, 5 જૂન: અતિથી દેવો ભવ: ! નું સ્લોગન ભારતના લોકોના વ્યવહાર અને તેમના કૃત્યો પર કામ કરતું નથી. ભારતના પ્રવાસે આવેલી વિદેશી મહિલા સાથે ગેરવર્તણૂક એ દર્શાવે છે કે જે વિદેશી સહેલાણીઓને પહેલાં ભગવાન દરજ્જો આપવામાં આવતો હતો ત્યારે તેમની સાથે બળાત્કાર જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવે છે.
આવો એક કિસ્સો હિમાચલ પ્રદેશમાં પ્રકાશમાં આવ્યો છે. અમેરિકાથી મનાલી ફરવા આવેલી એક વિદેશી મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટી છે. અમેરિકી મહિલા મનાલી ફરવા માટે આવી હતી. જ્યારે તે મોડી રાત્રે ત્યાં પહોંચી તો તેનો સામનો કેટલાક ખુલ્લા તત્વોથી થયો. પીડિત મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મનાલી નજીક ગામની મુલાકાત લઇ પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેને ટ્રક ચાલક પાસે લિફ્ટ માંગી હતી.

ટ્રકમાં 3 લોકો હાજર હતા. ત્રણેય જણે વારાફરતી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને સુમસામ રસ્તા પર છોડીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ કેસ વિદેશી મહિલાનો હોવાથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે. મામલો હાઇપ્રોફાઇલ હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ કેસની તપાસ શરૂ કરી દિધી છે. યુવતીને દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસ મોકલી દેવામાં આવી હતી અને જ્યાં તેની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે. ડૉક્ટરોનું માનીએ તો મેડિકલ ચેકઅપમાં સામૂહિક બળાત્કારની પુષ્ટિ થઇ છે. પોલીસે આ અંગે કેસ દાખલ કર્યો છે અને આ કેસની તપાસ શરૂ કરી દિધી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ માટે રેડ પાડવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહન અંગે સુરાગ મળી ગયા છે. અને મેડિકલ તપાસમાં બળાત્કારની પુષ્ટિ થઇ ગઇ છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
