For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત પાકિસ્તાન ટેંશન વચ્ચે જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની હત્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન રાજસ્થાનથી એક ખબર આવી છે. આ ખબર અનુસાર જયપુરની જેલમાં એક પાકિસ્તાની કેદીની હત્યા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન રાજસ્થાનથી એક ખબર આવી છે. આ ખબર અનુસાર જયપુરની જેલમાં એક પાકિસ્તાની કેદીની હત્યા કરી દેવામાં આવી છે. જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની હત્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે. આ ઘટના જયપુર સેન્ટ્રલ જેલમાં થઇ છે.

jaipur

મળતી માહિતી અનુસાર જેલમાં કેદીઓ વચ્ચે ઝગડો થઇ ગયો હતો. ત્યારપછી તેમને પાકિસ્તાની કેદીની પીટાઈ કરવાની શરુ કરી દીધી, જેને કારણે તેની ત્યાં જ મૌત થઇ ગઈ. જેલ પ્રશાશન ઘ્વારા આ મામલે હજુ સુધી કોઈ માહિતી આપવામાં નથી આવી.

આ પણ વાંચો: પુલવામા હુમલોઃ બસમાં બેસે તે પહેલા આવ્યો મેસેજ અને બચી ગયો આ જવાનનો જીવ

શરૂઆતી તપાસમાં જાણવામાં આવ્યું છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામાંમાં હુમલા અંગે કેટલાક કેદીઓ જેલમાં પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઝગડો થઇ ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને બે કેદીઓ ઘ્વારા અંઝામ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શહીદ મેજર ઢૌંઢિયાલની પત્ની નીતિકા બોલી, 'તમે મારાથી વધુ દેશને પ્રેમ કરતા હતા'

ધ્યાન આપવા જેવી બાબત છે કે ભારત અને પાકિસ્તાનની જેલોમાં ઘણા કેદીઓ બંધ છે. આ ઘટના તે સમયે થઇ છે જયારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) માં કુલભૂષણ જાધવ અંગે સુનાવણી ચાલી રહી છે. ભારતના પૂર્વ નૌસૈનિક કમાન્ડર કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે, જેમને ત્યાંની મિલિટ્રી કોર્ટે મૌતની સજા સંભળાવી છે.

આ પણ વાંચો: ઈમરાનને કેપ્ટન અમરિંદરે કહ્યુ, 'જો તમે આતંકીઓનું કંઈ ન કરી શકતા હોય તો અમને કહો'

English summary
Amid India Pakistan tension a pakistani prisoner lynched in Jaipur jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X