For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહીદ મેજર ઢૌંઢિયાલની પત્ની નીતિકા બોલી, 'તમે મારાથી વધુ દેશને પ્રેમ કરતા હતા'

શહીદની પત્ની બોલી- મારાથી વધુ દેશને પ્રેમ કરતા હતા

|
Google Oneindia Gujarati News

દેહરાદૂનઃ સોમવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં વધુ એક એન્કાઉન્ટર થયું છે. દક્ષિણ કાશ્મીના પુલવામાના ગામ પિંગલાનમાં થયેલ આ એન્કાઉન્ટરમાં ફરીથી ચાર સૈનિકો શહીદ થયા. જેમાં એક મેજર રેન્કના ઑફિસર વીએસ ઢૌંઢિયાલ પણ હતા. મેજર ઢૌંઢિયાલની મંગળવારે દેહરાદૂનમાં અંતિમ યાત્રા નીકળી. તેમના ઘરે તિરંગામાં તેમનો દેહ હતો અને આસપાસ તેમને સલામી આપનાર લોકોની ભીડ. જ્યારે બીજી બાજુ તેમની પત્ની નીતિકા કૌલ પણ હતી જે બહાદુરી સાથે આ દુઃખના સમયે સૌને સંભાળી રહી હતી. પરંતુ અંદર જ ક્યાંક તેનું દિલ રડી રહ્યું હતું.

નીતિકાએ શું કહ્યું

નીતિકાએ શું કહ્યું

નીતિકા કૌલે પોતાના પતિને એક બહાદુર સૈનિક ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમને આ વાતનો પૂરો ભરોસો છે કે પતિની શહાદત અને વધુ લોકોને સેનાઓમાં જવા માટે પ્રેરિત કરશે. નીતિકાના પતિ મેજર ઢૌંઢિયાલે પહેલી મેરેજ એનિવર્સરી માટે પણ પ્લાન બનાવ્યો હતો. મેજર ઢૌંઢિયાલ સેનાની 55 રાષ્ટ્રીય રાયફલ સાથે જોડાયેલા હતા. તેઓ ઘમાં સૌથી નાના હતા અને એપ્રિલમાં પોતાની પહેલી મેરેજ એનિવર્સરી માટે રજા માણવા ઘરે આવવના હતા. 27 વર્ષીય નીતિકા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને સોમવારે દિલ્હીથી દેહરાદીન પહોંચી હતી.

મને જૂઠું બોલ્યા હતા તમે

મેજર ઢૌંઢિયાલના શવ પાસે ઉભી નીતિકાએ પોતાના પતિને સેલ્યૂટ કર્યું. નીતિકાએ પોતાની સ્પીચમાં કહ્યું, 'તમે મને જૂઠું બોલ્યા હતા કે તમે મને પ્રેમ કરો છો. તમે મને નહિ બલકે આપણા દેશને વધુ પ્રેમ કરતા હતા અને મને આ વાત પર ગર્વ છે.' નીતિકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તે કોઈ બેચારી નથી બલકે એક બહાદૂર શહીદની પત્ની છે અને તેને પોતાના પતિની શહાદત પર ગર્વ છે.

છેલ્લીવાર ફ્લાઈંગ કિસ

છેલ્લીવાર ફ્લાઈંગ કિસ

મેજર ઢૌંઢિયાલના તાબૂત પાસે બેઠેલી તેમની પત્ની નીતિકા પોતાના પતિને એકીધારે જોતી રહી. તેમની આસપાસ સેનાના ઑફિસર પણ હાજર હતા. નીતિકાની નજર એક સેકન્ડ માટે પણ તેના પતિ પરથી નહોતી હટી. તેણે પોતાના પતિને છેલ્લીવાર ફ્લાઈંગ કિસ આપી અને તાબૂત પાસે જઈ તેમને છેલ્લી વાર જોઈ તેમને આઈ લવ યૂ કહ્યું. આ ત્રણ મેજિક વર્ડ કહેતાની સાથે જે નીતિકાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને પછી તે બહાદૂર ચેહરા સાથે આગળ વધી ગઈ. નીતિકાએ પોતાની આજુબાજુમાં ઉભા લોકોની આંખોમાંથી પણ આંસુ વહેતાં કરી દીધાં હતાં. મેજરની પત્ની નીતિકાએ પોતાના પતિને ગર્વ સાથે સેલ્યૂટ પણ કર્યું હતું.

લગ્નના બસ 10 મહિના જ થયા હતા

પાછલા વર્ષે જ નીતિકા અને મેજર ઢૌંઢિયાલના લગ્ન થયાં હતાં અને બંને લગ્નના માત્ર 10 મહિના જ થયા હતા. પોતાના પતિને છેલ્લીવાર જોયા બાદ નીતિકાનું દુઃખ સામે આવી ગયું. ડંગવાલ રોડના રહેવાસી મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલ પુલવામામાં વિવારે રાત્રે થયેલ અથડામણમાં શહીદ થઈ ગયા. શહીદ મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલનો દેહ સોમવારે મોડી રાત્રે તેમના ઘરે પહોંચ્યો હતો.

મેરઠઃ શહીદોના અંતિમ સંસ્કારમાં જૂતાં પહેરી પહોંચ્યા કેન્દ્રીય મંત્રી, મચ્યો હંગામોમેરઠઃ શહીદોના અંતિમ સંસ્કારમાં જૂતાં પહેરી પહોંચ્યા કેન્દ્રીય મંત્રી, મચ્યો હંગામો

English summary
Video: Pulwama martyr Major VS Dhaundiyal's made plans for first anniversary for wife Nishita Koul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X