6 દિવસ પહેલા ભારતીય સીમામાં ઘૂસ્યા હતા ચીની સૈનિકો

Posted By:
Subscribe to Oneindia News

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે ત્યાં એક મોટી ખબર આવી છે. ચીનની સેનાએ ભારતીય સેનામાં ધૂસણખોરી કરી છે. સુત્રોથી પ્રાપ્ત ખબર મુજબ ચીનની સૈનિકો ઉત્તરાખંડની બારાહોટીમાં એક કિલોમીટર સુધી અંદર આવી ગયા હતા. માનવામાં આવે છે કે આવું 25 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ થયું હતું. અને લગભગ 1 કલાક સુધી ચીની સૈનિકો આ વિસ્તારમાં રહ્યા હતા.એટલું જ નહીં તે વખતે જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલે પોતાના ચીની સમકક્ષ યાંગ જેસી જોડે ડોકલામ મામલે ચર્ચા પણ કરી હતી. પણ તે ડોકલામ મામલે કોઇ પણ છેલ્લો નિર્ણય નહતા લઇ શક્યા. અને તે પછી હજી પણ ભારત અને ચીન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.

army

અને હવે આ મામલો બહાર આવતા બન્ને દેશોના સંબંધો કદાચ વધુ વણસી પણ શકે છે. ઉલ્લેખનીય છે કે બારાહોટી ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની વચ્ચેચ આવેલું છે અને તે ત્યાંની ત્રણ સીમા ચોકીમાંથી એક છે. વધુમાં 2016ના જુલાઇ મહિનાના અંતમાં પણ ચીની સેના ઉત્તરાખંડના બારાહોટીના આ જ વિસ્તારમાં ધૂસણખોરી કરી હતી. 1958થી જ આ વિસ્તારની વિવાદિત ક્ષેત્રના રૂપે જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ 350 કિલોમીટરની જેટલા વિસ્તાર ચીનને અડીને જ આવ્યો છે.

English summary
Chinese troops on July 26 entered a disputed stretch along with the International Border with India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.