ગોવામાં AAPએ ઉઠાવ્યો CM ઉમેદવારના નામ પરથી પડદો, જીત્યા તો અમિત પાલેકર હશે મુખ્યમંત્રી
અરવિંદ કેજરીવાલે ગોવા માટે હવે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામ પરથી પડદો ઉઠાવી દીધો છે.
પણજીઃ પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટી(આપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગોવા માટે હવે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામ પરથી પડદો ઉઠાવી દીધો છે. આપે ગોવા વિધાનસભા ચૂંટણી માટે અમિત પાલેકરને પોતાના સીએમ ઉમેદવાર જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને સીએમ ઉમેદવાર ઘોષિત કર્યા હતા. ગોવા સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. ગોવા રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ મતદાન કરાવવામાં આવશે જ્યારે 10 માર્ચે સંયુક્ત રીતે પરિણામોની ઘોષણા કરવામાં આવશે.

ગોવામાં 'આપ'ના સીએમ ઉમેદવાર અમિત પાલેકર વ્યવસાયે વકીલ છે અને ભંડારી સમાજમાંથી આવે છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ગયા મંગળવારે ગોવા પહોંચ્યા હતા જ્યાંથી તેમણે આજે(બુધવારે) રાજ્યમાં પાર્ટીના બધા 40 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે. પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ કેજરીવાલે કહ્યુ કે ગોવાના લોકો વર્તમાન પાર્ટીઓથી તંગ આવી ગયા છે, નેતાઓથી પરેશાન થઈ ગયા છે. આ એ જ નેતા છે જેમણે રાજનીતિમાં કબ્જો જમાવી રાખ્યો છે. સત્તામાં રહીને પૈસા કમાય છે અને પછી એ જ પૈસાથી સત્તામાં આવે છે.
સીએમ અરવિંદ કેજરીવાલે આગળ કહ્યુ, 'ગોવાના લોકો આ વખતે બદલાવની માંગ કરી રહ્યા છે. તેમની પાસે પહેલા કોઈ વિકલ્પ નહોતો પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે. અમે ઘણા બધા સામાન્ય લોકોને ટિકિટ આપી છે, જે ક્યારેય ચૂંટણી નથી લડ્યા. અમે ગોવાને એવો ચહેરો આપી રહ્યા છે જેમના દિલમાં ગોવા વસે છે. તે ગોવા માટે પોતાનો જીવ પણ આપી શકે છે. તે દરેક ધર્મના લોકોને સાથે લઈને ચાલશે. ઉત્તર ગોવાના હોય કે સાઉથ ગોવાના હોય, ભલે કોઈ પણ જાતિના હોય કે કોઈ પણ ધર્મના હોય તે ભણેલા હોવા જોઈએ જેનો કોઈ મૂર્ખ નહિ બનાવી શકે.'












Click it and Unblock the Notifications
