અમિત શાહ અને વરૂણ ગાંધી UPમાં ભાજપને કરશે મજબૂત

amit-shah-varun-gandhi
લખનૌ, 27 મે : લોકસભા ચૂંટણી ફરી એક વખત માથા ઉપર છે. આ વખતે લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસના નેતૃત્‍વ હેઠળનું યુપીએ હેટ્રીક લગાવવા દરેક સંભવ પ્રયાસ કરે છે તો યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલા સપા અને બસપા પણ કેન્‍દ્રમાં પોતાની તાકાત વધારવા આતુર છે. સંયોગથી આ બધા પક્ષોના નિશાના ઉપર માત્ર મુસલમાન છે.

મુસ્‍લિમ મતોને પોતાના કબ્‍જામાં કરવા માટે આ ત્રણેય પક્ષોએ પ્રયાસો કર્યા છે. કોંગ્રેસ લઘુમતિ સંસ્‍થાઓના માધ્‍યમથી કેન્‍દ્રીય યોજનાઓની વધુ રકમ ફાળવી રહી છે તો સપાએ આંતરિક ગતિવિધીઓમાં સામેલ હોવાના આરોપમાં ઝડપાયેલા મુસ્‍લિમ યુવકોને નિર્દોષ બતાવીને છોડી મુકવાનો દાવ ખેલ્‍યો છે. બસપા બ્રાહ્મણ, દલિત, મુસ્‍લિમ ગઠબંધનને કબ્‍જે કરવામાં લાગ્‍યુ છે તો ભાજપે અમિત શાહને યુપીએની કમાન સોંપી છે. અહી આક્રમક નિવેદનો માટે જાણીતા વરૂણ ગાંધી પહેલેથી મોજુદ છે.

એવામાં માનવામાં આવે છે કે સપા, બસપા અને કોંગ્રેસના મુસ્‍લિમ પ્રેમને બીજા અર્થમાં મેળવવા અને હિન્‍દુઓને તેઓની વિરૂધ્‍ધ એક જુથ કરવાની જવાબદારી ભાજપે આ બંનેના ખભ્‍ભે મુકી છે. હવે ભાજપે યુપીમાં મોદીને આગળ કરી મેદાનમાં ઉતરવાની રણનીતિ બનાવી છે. ત્રાસવાદી ઘટનાઓમાં સામેલ લોકોને છોડી મુકવાની સરકારની કાર્યવાહી સામે ભાજપ આક્રમક બન્‍યુ છે.

આ અંગે કોંગ્રેસીઓનું કહેવું છે કે અમિત શાહ ભલે મોદીની નજીક હોય અને ગુજરાતના ગુહ મંત્રી રહી ચૂક્યા હોય પણ તેમને ઉત્તર પ્રદેશમાં કોઇ જાણતું નથી. આવી સ્થિતિમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ કે જે લોકસભામાં બહુમતી મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, ત્યાંની કમાન અમિત શાહના હાથમાં સોંપવાનું ભાજપે લીધેલું જોખમ તેને જ ભારે પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X