ભાજપને છપ્પરફાડ સીટ અપવનાર અમિત શાહને મળી શકે છે મોટી જવાબદારી

ભાજપને છપ્પરફાડ સીટ અપવનાર અમિત શાહને મળી શકે છે મોટી જવાબદારી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપે 'અબ કી બાર 300 પાર'નો લક્ષ્ય સારાક કરી લીધો. પ્રચંડ બહુમતની સાથે દેશની જનતાએ 17મી લોકસભા માટે દેશની બાગડોર ફરી પીએમ મોદીના હાથમાં સોંપી દીધી. ભાજપના કાર્યકર્તા જશ્નના માહોલમાં છે. પરંતુ આ વચ્ચે મોદી 2.0 સરકારમાં નવા કેબિનેટને લઈ ચર્ચાઓનું બજાર ગરમ છે. જે જાણકારી મળી રહી છે તે મુજબ મોદી કેબિનેટમાં આ વખતે કેટલાય નવા ચેહરાઓ સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે કેટલાક જૂના ચેહરાઓને આરામ આપવામાં આવી શકે છે. આ સાથે જ પાર્ટીના નવા અધ્યક્ષનું નામ પણ જલદી જ નક્કી કરવામાં આવી શકે છે.

ગૃહ મંત્રી બની શકે

ગૃહ મંત્રી બની શકે

બિઝનેસ સ્ટાન્ડર્ડે સૂત્રોના હવાલેથી અહેવાલ આપ્યા છે કે લોકસભામાં પહેલીવાર પહોંચનાર શાહ મોદી સરકારના બીજા કાર્યકાળમાં સુરક્ષા મામલાના મંત્રિમંડળીય સમિતિમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સીસીએસમાં પીએમ સિવાય રક્ષા, ગૃહ, વિદેશ અને નાણા વિભાગના ચાર શીર્ષ મંત્રી સામેલ થાય છે. એટલે કે શાહ આમાંથી કોઈ એક મંત્રી બની શકે છે. પરંતુ જે વાતો પર ચર્ચા છે તેમાં ગૃહ મંત્રલાય મુખ્ય છે. આવું થયું તો પછી રાજનાથ સિંહનું મંત્રાલય બદલાઈ જશે.

શાહ કેબિનેટમાં તો ભાજપના અધ્યક્ષ કોણ

શાહ કેબિનેટમાં તો ભાજપના અધ્યક્ષ કોણ

અમિત સાહને જો ગૃહ મંત્રી બનાવવામાં આવે છે તો પાર્ટી અધ્યક્ષની ખુરસી ખાલી થશે. એવામાં ભાજપના અધ્યક્ષ કોણ હસે, તેને લઈને પણ રાજકીય ચર્ચાઓ જોર પર છે. ભાજપની શાનદાર જીત બાદ ભાજપના મુખ્યાલયમાં જીતના જશ્ન દરમિયાન પીએમ મોદી અને શાહની સાથે રાજના સિંહ તો હતા જ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા. એવામાં એક ચર્ચા જેપી નડ્ડાને આ મહત્વની જવાબારી આપવામાં આવનાર છે. જ્યારે પાર્ટીની કમાન સોંપવાને લઈ બીજી ચર્ચા નીતિન ગડકરીના નામની છે.

સ્મૃતિ ઈરાનીને પણ મળી શકે જીતનું ઈનામ

કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેમને આ જીતનું ઈનામ મળી શકે છે. આ ઉપરાંત વીકે સિંહને પણ પ્રમુખ મંત્રાલય આપવું મજબૂરી હશે, કેમ કે તેઓ ગાઝિયાબાદથી બીજીવાર ભારે મતોથી જીત્યા છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ વર્ષો સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા બાદ પહેલીવાર લોકસભા પહોંચી રહ્યા છે. તેઓ પહેલા પણ પ્રમુખ મંત્રાલય સંભાળી ચૂક્યા છે અને આ વખતે પણ તેમને કોઈ મહત્વપૂર્ણ મંત્રલાય મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X