2024 Lok Sabha Eection : લોકસભાની ચૂંટણીમાં 300 બેઠક જીતીને ત્રીજીવાર વડાપ્રધાન બનશે મોદી, અમિત શાહે કર્યો દાવ

2024 Lok Sabha Eection : આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારી તમામ રાજકીય પક્ષો કરી રહ્યા છે. આવામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ પણ લોકસભાની ચૂંટણી 2024 માટે કમર કસી લીધી છે.

આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારના રોજ પૂર્વત્તરના બે દિવસીય પ્રવાસે આસામના દિબ્રુગઢ પહોંચ્યા છે. જ્યાં તેમણે એક રેલીને સંબોધી હતી.

Amit Shah

ત્રીજી વખત વડાપ્રધાન બનશે મોદી - અમિત શાહ

ભાજપના દિબ્રુગઢ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ શાનદાર પ્રદર્શન કરશે. આસામમાં ભાજપ 14માંથી 12 બેઠકો જીતશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ સમગ્ર દેશમાં 300થી વધુ બેઠકો જીતશે અને મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.

અમિત શાહે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વોત્તર એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું, પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કરવા છતાં, પ્રદેશના ત્રણ રાજ્યોમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે ત્રિપુરામાં સરકાર બનાવી, અને ગઠબંધન ભાગીદાર તરીકે અન્ય બે રાજ્યોમાં સત્તા પર આવી હતી.

અમિત શાહે રાહુલ ગાંધીની યુનાઇટેડ કિંગડમની મુલાકાત દરમિયાન કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી વિદેશી ધરતી પરથી ભારતનું અપમાન કર્યું છે. જો તે આવું જ ચાલુ રાખશે, તો કોંગ્રેસ માત્ર પૂર્વોત્તરમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી નામશેષ થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X