પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની જીત પર અમિત શાહે આપ્યા અભિનંદન, કહ્યુ - જબરદસ્ત
ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સામેની જીત પર ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.
નવી દિલ્લીઃ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્લોઝ મેચમાં ભારતે 5 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ જીત બાદ દેશભરમાં ખુશીની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ નેતાઓએ ટીમ ઈન્ડિયાને આ જીત માટે અભિનંદન પાઠવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ પાકિસ્તાન સામેની જીત પર ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ કે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ શું જબરદસ્ત જીત નોંધાવી છે. તે ખૂબ જ નજીકની મેચ હતી. ભારતીય ટીમને આ જબરદસ્ત જીત માટે અભિનંદન. વધુ સારુ કરતા રહો.

અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ ભારતીય ટીમને આ શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા છે. પુરીએ ટ્વીટ કરીને લખ્યુ, બૉયઝ ઇન બ્લુએ ફરી એકવાર કરી બતાવ્યુ. ભારતીય ટીમે એશિયા કપમાં પાકિસ્તાન સામે જબરદસ્ત જીત નોંધાવી હતી, તે ખૂબ જ નજીકની મેચ હતી પરંતુ તેનો અંત જબરદસ્ત થયો. ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પાકિસ્તાન સામે ભારતની જીતની શુભેચ્છા પાઠવી હતી અને ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'એશિયા કપમાં આજે ભારતીય ટીમે ઓલરાઉન્ડ શાનદાર રમતનુ પ્રદર્શન કર્યુ. ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત ક્ષમતા દર્શાવી હતી. ભારતીય ટીમને જીત પર અભિનંદન. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાની બેટિંગની શરૂઆત સારી રહી ન હતી, કેએલ રાહુલ અને રોહિત શર્મા જલ્દી જ પેવેલિયન પહોંચી ગયા હતા. પરંતુ રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ 50થી વધુ રનની ભાગીદારી કરી અને હાર્દિક પંડ્યાએ જબરદસ્ત સિક્સ ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.
રવિન્દ્ર જાડેજાએ 35 રન જ્યારે હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝે ત્રણ અને નસીમ શાહે બે વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનના 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. 19મી ઓવરમાં ભારતીય ટીમને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે પહેલા જ બોલ પર રવિન્દ્ર જાડેજા બોલ્ડ થયો. પરંતુ બીજા છેડે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રહ્યો હતો.












Click it and Unblock the Notifications
